પાક.માં ધુરંધર-2ની ધમાલ, 24 કલાકમાં 20 કરોડ વ્યુ મળ્યા!

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ ભારત સહિત વિશ્વભરમાં રેકોર્ડ બનાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવી રહી છે. પાકિસ્તાનમાં ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ…

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ ભારત સહિત વિશ્વભરમાં રેકોર્ડ બનાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવી રહી છે. પાકિસ્તાનમાં ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ પ્લેટફોર્મનું સર્વર ક્રેશ થઈ ગયું છે અને તે ત્યાંની નંબર-1 ટ્રેન્ડિંગ ફિલ્મ બની ગઈ છે. આ દાવો પાકિસ્તાની ક્ધટેન્ટ ક્રિએટર માવિયા ઉમર ફારૂૂકીએ કર્યો છે. જોકે, સર્વર ક્રેશ થવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

વાસ્તવમાં માવિયા ઉમર ફારૂૂકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેણે કહ્યું કે, ‘પાકિસ્તાનમાં લોકો રાત્રે 12 વાગ્યાથી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા અને રિલીઝ થતા જ મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ફિલ્મ જોવાનો પ્રયાસ કર્યો.’રણવીર સિંહે ભૂમિકા કેવી રીતે ભજવી છે અને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા લ્યારીના ઘટનાક્રમ કેટલા સાચા છે.’

અન્ય એક વીડિયોમાં ફ ારૂૂકીએ દાવો કર્યો હતો કે, ’ધુરંધર 2’ પાકિસ્તાનમાં નેટફ્લિક્સ પર નંબર-1 પર ટ્રેન્ડ કરી રહી છે. માવિયાના મતે, છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનમાં લગભગ 20 કરોડ વખત ફિલ્મ જોવામાં આવી અને તે દેશની સૌથી મોટી ટ્રેન્ડિંગ ફિલ્મ બની ગઈ.’ તેણે કહ્યું કે, ’પાકિસ્તાનમાં આ પહેલા કોઈ ફિલ્મે રિલીઝના માત્ર 24 કલાકમાં નંબર-1 પોઝિશન હાંસલ કરી ન હતી.’

’ધુરંધર 2’ પાકિસ્તાનમાં 15 મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મ ઇન્ટરનેશનલ લેવલ પર નેટફ્લિક્સ પર ’ધુરંધર: ધ રિવેન્જ (રો એન્ડ અનદેખા)’ ટાઇટલથી રિલીઝ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *