ધુરંધર-2 ભાજપની સૌથી મોટી ચૂંટણી જાહેરાત, યુટ્યુબર ધ્રુવ રાઠીનો ધડાકો

બોલિવુડની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ (ધુરંધર 2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને રેકોર્ડ તોડી રહી છે. પરંતુ તેની સાથે જ…

બોલિવુડની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ (ધુરંધર 2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને રેકોર્ડ તોડી રહી છે. પરંતુ તેની સાથે જ વિવાદ પણ ઉઠ્યો છે. પ્રસિદ્ધ યુટ્યુબર અને કોમેન્ટેટર ધ્રુવ રાઠીએ આ ફિલ્મને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સૌથી મોંઘી ચૂંટણી જાહેરાત ગણાવી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ મનોરંજન માટે નહીં, પરંતુ પ્રચાર માટે બનાવવામાં આવી છે, જેમાં દર્શકો 500 રૂૂપિયા ટિકિટ ખર્ચીને પ્રચાર જુએ છે.ધ્રુવ રાઠીએ તેમના વીડિયોમાં ફિલ્મના નિર્દેશક અદિત્ય ધારને ‘મહા ચાટુકાર’ (મહાન ખુશામદી) કહીને ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ફિલ્મ હકીકત અને કલ્પના વચ્ચેની લીટીને ઝાંખી કરી દે છે. તેમાં વાસ્તવિક ચહેરા, વાસ્તવિક નામો અને આર્કાઈવલ ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ડિસ્ક્લેમર આપીને કહેવામાં આવે છે કે આ તમામ કલ્પિત વાર્તા છે.

રાઠીએ કહ્યું, ધુરંધર 2 મનોરંજન માટે બનાવેલી ફિલ્મ નથી, આ બીજેપીનું સૌથી મોંઘું ચૂંટણી જાહેરાત છે, જેના માટે તમે 500 રૂૂપિયા આપીને જુઓ છો. તેમણે વધુમાં જણાવ્યું કે ફિલ્મમાં નરેન્દ્ર મોદીના વાસ્તવિક ચહેરા અને ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારબાદ ‘આ તો માત્ર સંયોગ છે’ એવું કહેવામાં આવે છે. તેમણે ડિસ્ક્લેમરને ‘લીગલ ચીટ કોડ’ કહીને વિરોધ કર્યો. રાઠીએ ફિલ્મની ‘ઈમોશનલ પ્રાઈમિંગ’ તકનીક પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે પહેલા દર્શકોમાં ભાવનાઓ જગાડવામાં આવે છે અને પછી તેના પર પ્રચારનું નિર્માણ કરવામાં આવે છે. ફિલ્મમાં 2016ની નોટબંધીને રાષ્ટ્રીય સુરક્ષાના પગલા તરીકે દર્શાવવામાં આવી છે, જ્યારે તેના આર્થિક અને માનવીય અસરોને ઓછી કરવામાં આવી છે. તેમજ 2023માં અતીક અહમદની હત્યાની ઘટનાને પણ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. રાઠીએ કહ્યું કે આવી તકનીકો દ્વારા દર્શકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *