ટુવાલનો રંગ બોલ પર લાગી જતાં ચાલુ મેચે વિવાદ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 લીગ ગુરુવારે નિરાશાજનક અને વિવાદાસ્પદ માહોલમાં શરૂૂ તો થઈ, પરંતુ પહેલી જ મેચમાં બોલના મુદ્દે અભૂતપૂર્વ બબાલ થઈ ગઈ. મેચમાં વપરાયેલો વાઈટ બોલ અચાનક પિન્ક બોલમાં ફેરવાઈ ગયો હતો. ડે-નાઇટ ટેસ્ટ મેચોમાં ગુલાબી બોલ વાપરવાની પ્રથા લગભગ એક દાયકાથી ચાલી રહી છે, પરંતુ પીએસએલની મેચમાં જે બન્યું એવું અગાઉ ક્યારે કોઈ ક્રિકેટ મેચમાં નહોતું બન્યું લાહોરના ગદાફી સ્ટેડિયમમાં લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચમાં સ્વાભાવિક રીતે વાઈટ બોલ જ વાપરવામાં આવ્યો હતો, પરંતુ મેચ દરમ્યાન બોલનો રંગ અચાનક બદલાઈ ગયો હતો. બોલ સફેદમાંથી ગુલાબી થઇ ગયો હતો.
એનું કારણ એ હતું કે હૈદરાબાદ કિંગ્સમેન ટીમના ખેલાડીઓએ જે ટુવાલથી બોલ સાફ કર્યો હતો એ ટુવાલની ડાઇ બોલ પર લાગી જવાને કારણે બોલનો રંગ ગુલાબી થઇ ગયો હતો. અમ્પાયરોનું ધ્યાન ગયું એટલે તેમણે તરત બોલ બદલી નાખ્યો હતો. તેમણે ‘પિંક બોલ’ પાછો આપીને વાઈટ બોલ મગાવ્યો હતો. હૈદરાબાદ કિંગ્સમેન ટીમના કેપ્ટન માર્નસ લાબુશેને મેચ પછી કહ્યું, ‘મેં મારી જિંદગીમાં આવું પહેલી જ વખત જોયું.’ પીએસએલની મેચો પશ્ચિમ એશિયાના યુદ્ધને ધ્યાનમાં લઈને માત્ર લાહોર અને કરાચીના મેદાનો પર જ રમાવાની છે. પીએસએલની મેચ વખતે આ મેદાનોના સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને આવવાની મનાઈ છે. સોશિયલ મીડિયામાં કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ ટિપ્પણી કરી છે.
કે પીસીબીએ કદાચ નિયમમાં ફેરફાર કરીને પહેલી મેચમાં પિન્ક બોલનો ઉપયોગ કર્યો હશે. બીજા એક જણની એવી કમેન્ટ હતી કે પીસીબીએ કદાચ ડોમેસ્ટિક ટી-20માં ગુલાબી બોલ વાપરવાની શરૂૂઆત કરી હશે.
