ધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યું

મોટામાંડવા ગામની સીમમાં આપઘાતનો પ્રયાસ કરનાર શ્રમિક સગીરાને સારવારમાં ખસેડાઈ ધ્રોલના લાખાણી ગામે રહેતાં શ્રમિક પરિવારની સગીરા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરત ફરી હતી.…

મોટામાંડવા ગામની સીમમાં આપઘાતનો પ્રયાસ કરનાર શ્રમિક સગીરાને સારવારમાં ખસેડાઈ

ધ્રોલના લાખાણી ગામે રહેતાં શ્રમિક પરિવારની સગીરા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરત ફરી હતી. પરંતુ મારની બીકે સગીરાએ કોટડાસાંગાણીના માંડવા ગામે ઝેરી દવા પી લીધી હતી. સગીરાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લાખાણી ગામે ખેત મજુરી કરતાં પરિવારની 16 વર્ષની સગીરા કોટડાસાંગાણીના મોટા માંડવા ગામે વાડી વિસ્તારમાં હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર સગીરા મુળ મધ્યપ્રદેશની વતની છે અને બે ભાઈ એક બહેનમાં મોટી છે. સગીરા 10 દિવસ પહેલા પોતાના ગામના છોકરા સાથે ભાગી ગઈ હતી. બાદમાં પરત આવ્યા બાદ પરિવારજનો માર મારશે તેવી દહેશતે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *