ધોરાજી સેશન્સ કોર્ટે ખોરાકી-પોષાકીનો એકતરફી કરેલ હુકમ રદ કર્યો

ધોરાજીમાં રહેતા જુનેદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી સામે તેમનાં પત્નિ શબાનાબેન જુનેદભાઈ કુરેશી અને બાળકોએ ખોરાકી-પોષાકી મળવા અરજી કરેલ અને અરજીમાં એકતરફી કામ ચલાવવાનો હુકમ મેળવી મહીને…

ધોરાજીમાં રહેતા જુનેદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી સામે તેમનાં પત્નિ શબાનાબેન જુનેદભાઈ કુરેશી અને બાળકોએ ખોરાકી-પોષાકી મળવા અરજી કરેલ અને અરજીમાં એકતરફી કામ ચલાવવાનો હુકમ મેળવી મહીને રૂૂા.7500/-નો હુકમ મેળવેલ. જે હુકમ ધોરાજીનાં મહેરબાન એડીશનલ ડીસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, અરજદાર શબાનાબેન જુનેદભાઈ કુરેશી અને બાળકોએ તેમનાં પતિ જુનેદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી સામે ખોરાકી-પોષાકી મળવા કોજદારી પરચૂરણ અરજી નંબર:-226/2023 થી અરજી ધોરાજી કોર્ટમાં દાખલ કરેલ અને સદરહું અરજીમાં સામાવાળા પતિ જુનેદભાઈને નોટીસ બજી ગયેલ છે તેમ દર્શાવી એતરફી કામ ચલાવવાનો હુકમ મેળવેલ અને એકતરફી કામ ચલાવવાનો હુકમ થયા બાદ સામાવાળા પતિ જુનેદભાઈની ગેરહાજરીમાં કામ ચલાવી અરજદાર શબાનાબેન તથા સગીર બાળકોની મહીને રૂૂા.7500/- સામાવાળા પતિ જુનેદભાઈએ ચુકવવા તેવો હુકમ મેળવી લીધેલ. જે હુકમ થયા બાદ સામાવાળા પતિ જુનેદભાઈને હુકમ વિશે જાણકારી મળતા સામાવાળા પતિ જુનેદભાઈએ ધોરાજી સેશન્સ કોર્ટમાં ફોજદારી રીવિઝન અરજી નંબર:-20/2024 થી ળ રીવિઝન દાખલ કરેલ અને રીવિઝન અરજીમાં સામાવાળા પતિ જુનેદભાઈ ઈબ્રાહીમભાલ કુરેશીનાં એડવોકેટ સંજયકુમાર પી વાઢેર એ દલીલ કરતા કોર્ટનાં ધ્યાન પર આવેલ કે પ્રથમ તા: 18/08/2023 નાં રોજ સામાવાળા પતિને નોટીસ કરવામાં આવેલ છે તે નોટીસમાં પોલીસનો શેરો વાંચતા સામાવાળા પતિ બહારગામ ગયેલ છે અને તેઓને ફોન કરતા ફોન રોંગ નંબર લાગેલ છે’ અને નોટીસ વગર બજેલ પરત આવેલ છે.

આમ નોટીસમાં આવો શેરો આવ્યા બાદ અરજદાર પત્નિએ સામાવાળા પતિનાં સરનામા અને મોબાઈલ નંબર બાબતે તા:22/09/2023 નાં રોજ સોગંદનામુ કરી આપેલ અને ત્યાર બાદ અરજદાર પત્નિ તરફે સામાવાળાને નોટીસ બજેલ ન હોવા છતાં કામ એકતરફી ચલાવવા માટે તા:20/04/2024 નાં રોજ અરજી આપવામાં આવેલ અને તે અરજી મંજુર થતાં અરજદારે એકતરફી કામ ચલાવી સામાવાળા સામે રૂૂા.7500/-નો હુકમ મેળવેલ. આમ સામાવાળા પતિ જુનેદભાઈને નોટીસ બજેલ ન હોવા છતાં નોટીસ બજી ગયેલ હોય તેવી અરજી આપી હુકમ મેળવેલ હોવાની હકીકત ધોરાજીનાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. એમ. શેખ ગ્રાહ્ય રાખી મુળ અરજીનાં કામે એકતરફી કામ ચલાવવાનો થયેલ હુકમ તથા ખોરાકી-પોષાકીની રકમ રૂૂા.7500/- નો થયેલ હુકમ રદ કરતો હુકમ તા:15/12/2025 નાં રોજ ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *