પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સાથે બેડમિન્ટન રમતા સમયે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પડી ગયા હતા. સાંસદ ખેલ મહોત્સવ શુભારંભ કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. મહેન્દ્ર પડાલિયા રમતા સમયે નીચે પડ્યા હતા, ત્યારે હાજર લોકોએ તેઓને ઉઠાવવા પડ્યા હતા.
કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલના મેદાનમાં ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. પોરબંદરના સ્પોટર્સ સંકુલ ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પોરબંદર જુનાગઢ અને રાજકોટ જિલ્લાના રમત ગમતમાં ઉત્સુક યુવાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌનો જોમ અને જુસ્સો વધાર્યો હતો.
