ધોરાજીના કારખાનેદાર સાથે જમીનના વેચાણ મામલે ભાગીદાર દ્વારા રૂા.62 લાખની છેતરપિંડી

રાજકોટના હેલેન્ડા નજીક આવેલી જમીનના સોદામાં ધોરાજીમાં પીવીસી પાઇપનું કારખાનું ધરાવતા અને ત્યાં જ રહેતા વિપુલભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 46) નામના કારખાનેદાર સાથે તેમના જ ભાગીદાર…

રાજકોટના હેલેન્ડા નજીક આવેલી જમીનના સોદામાં ધોરાજીમાં પીવીસી પાઇપનું કારખાનું ધરાવતા અને ત્યાં જ રહેતા વિપુલભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 46) નામના કારખાનેદાર સાથે તેમના જ ભાગીદાર ઘેલાભાઈ બાંભવા નામના શખ્સે રૂૂ. 62 લાખની ઠગાઈ આચરતા આ મામલે રાજકોટ આજી ડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, વિપુલભાઈએ આશરે ચાર વર્ષ પહેલાં આરોપી ઘેલાભાઈ સાથે ભાગીદારીમાં હલેન્ડા ગામ ખાતે જમીન ખરીદી હતી. વર્ષ 2025માં આરોપીએ એક પાર્ટીને જમીન ગમી ગઈ હોવાનું અને તેઓ આઠ એકર જમીન ખરીદવા માંગતા હોવાનું જણાવી સોદો કરવા માટે લીલી ઝંડી આપી હતી. તે વખતે આરોપીએ બાકીની ચાર એકર જમીન 31 લાખના હિસાબે પોતે સંભાળી લેશે અને વિપુલભાઈના ભાગની બે એકરના રૂૂ. 62 લાખ તેમને આપી દેશે તેમ કહી તેમની ભાગની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી.
ત્યારબાદ બંને આઠ એકર જમીનનો દસ્તાવેજ કરવા રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીએ આવ્યા હતા. ત્યાં આરોપીએ બંનેના ભાગની ચાર એકર જમીનનો દસ્તાવેજ પણ કરાવી લીધાનું કહી અવેજના રૂૂ. 13 લાખનો ચેક આપવાની અને બાકીના રૂૂ. 49 લાખ રોકડા આપવાની વાત કરી હતી. કારખાનેદારે આરોપીની વાત માનીને નિલેશ કીકાણી અને ગૌતમ કુંડલીયાના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો, જ્યારે બાકીની ચાર એકર જમીનનો દસ્તાવેજ આરોપીએ પોતાના નામે કરાવી લીધો હતો.

આ પછી, બાલાજી હોલ પાછળ આવેલી ઓફિસે ચાર દિવસ પછી પૈસા આપવાનું કહી આરોપીએ વાયદો કર્યો હતો. બાદમાં ચેક લેવા માટે કારખાનેદાર ગોંડલ સ્થિત આરોપીના ઘરે ગયા ત્યારે પણ આરોપીએ ’પછી આપી દઈશ’ કહીને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. રૂૂ. 49 લાખ અને ચેકની વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપીએ ’દવાખાનાના કામમાં રોકાયેલો છું’ જેવા વિભિન્ન બહાના બતાવ્યા હતા. આખરે રકમ કે ચેક ન મળતાં વિપુલભાઈએ અરજી કરી હતી, જેના આધારે આજી ડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *