IPLમાં CSK માટે રમશે ધોની, નિવૃત્તિની વાત ખોટી

સીએસકેના સીઇઓ કાસી વિશ્ર્વનાથનો ખુલાસો ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓ કાસી વિશ્વનાથને હવે મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 પછી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા…

સીએસકેના સીઇઓ કાસી વિશ્ર્વનાથનો ખુલાસો

ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓ કાસી વિશ્વનાથને હવે મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 પછી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી છે. કાસી વિશ્વનાથને મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્ય અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કાશી વિશ્વનાથને મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિને લગતી બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

પત્રકારોએ કાશી વિશ્વનાથનને પૂછ્યું કે શું મહેન્દ્રસિંહ ધોની આગામી IPL સીઝનમાં CSK માટે રમશે, ત્યારે તેમણે જવાબ આપ્યો તે રમશે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024 પહેલા રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ છોડી દીધી હતી. જોકે, ઈજઊંનો ઇતિહાસમાં સૌથી ખરાબ સિઝન રહ્યો, તેણે 14 મેચમાંથી ફક્ત ચાર મેચ જીતી અને 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી. આ સતત બીજી સિઝન હતી જ્યારે તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *