ચૈન્નઇના મેદાનમાં ધોનીની પ્રેક્ટિસ, ચાહકો રોમાંચિત

આજે CSK અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની આ કદાચ છેલ્લી આઇપીએલ છે અને 28મી માર્ચે ટૂર્નામેન્ટ શરૂૂ થઈ એ પહેલાં જ તેણે…

આજે CSK અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની આ કદાચ છેલ્લી આઇપીએલ છે અને 28મી માર્ચે ટૂર્નામેન્ટ શરૂૂ થઈ એ પહેલાં જ તેણે પગની ઈજાને કારણે પહેલા લગભગ બે અઠવાડિયા ન રમવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગઇકાલે તેને ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર જોઈને સૌને આશ્ચર્ય થયું હતું. આજે ચેન્નઈમાં સીએસકે અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ છે અને એ માટે ખેલાડીઓ આ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખેલાડીઓ સાથે સીએસકેનો કિંગ ધોની પણ પ્રેક્ટિસ કરશે.

ધોની કિટબેગ લઈને મેદાન પર આવ્યો હતો અને થોડા બોલ રમ્યો હતો. ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સીએસકેની ટીમ ખૂબ નબળી પુરવાર થઈ હતી અને પરાજિત થઈ હતી. ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં સીએસકેએ ફક્ત 127 રન કર્યા હતા અને રાજસ્થાને 12.1 ઓવરમાં વૈભવ સૂર્યવંશીના બાવન રનની મદદથી બે વિકેટે 128 રન કરીને વિજય મેળવી લીધો હતો. જોકે શુક્રવારે સીએસકેએ બેટિંગ અને બોલિંગ બન્નેમાં ખૂબ સુધારા સાથે રમવું પડશે. ધોની સોમવારે ગુવાહાટીમાં નહોતો, પણ શુક્રવારે રમશે નહીં તો પણ ડગઆઉટમાં બેસીને ગાયકવાડ, વિકેટકીપર સંજુ સેમસન તેમ જ બીજા ખેલાડીઓને માર્ગદર્શન જરૂૂર આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *