ઘૂટું ગામના તળાવ પાસે આવેલ કુવામાં પડી જતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે. મોરબીના ઘૂટું ગામ આંબેડકરનગરના રહેવાસી ભવાનભાઈ માલાભાઈ રાઠોડ (ઉ.વ.68) નામના વૃદ્ધ તળાવના કાંઠે આવેલ કુવામાં પડી જતા મોત થયું હતું મૃતક એક વર્ષથી બીમાર હતા અને બીમારીથી કંટાળી ગત તા. 29 માર્ચના રોજ ઘરેથી નીકળી ગયા હતા અને કુવામાં પોતાની જાતે કુદી આપઘાત કરી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા છ ઝડપાયા
લુંટાવદર ગામના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ, 12 મોબાઈલ સહીત 1.77 લાખનો મુદામાલ કબજે લીધો છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લુંટાવદર ગામે પ્રદીપસિંહ સહદેવસિંહ ઝાલા પોતાના કબ્જાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા પ્રદીપસિંહ સહદેવસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા જીલુભા જાડેજા, હરેશ રાઘવજીભાઈ સીણોજીયા, નરેન્દ્ર કરશનભાઈ ફૂલતરીયા, દિનેશ છગનભાઈ ઝાલરીયા અને મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા એમ છને ઝડપી લઈને 12 મોબાઈલ કીમત રૂૂ 80,500 અને રોકડ રૂૂ 96,960 સહીત કુલ રૂૂ 1,77,420 નો મુદામાલ કબજે લઈને જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના 83 પોલીસ કર્મીની બદલી
મોરબી સહીત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીઓ જાહેર કરવામાં આવી છે ગઈકાલે તા. 01 ના રોજ ચુંટણીપંચે જાહેરાત કરી હતી જે પૂર્વે મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા મોરબી જીલ્લામાં ફરજ બજાવતા 89 પોલીસકર્મીઓની બદલીના આદ્દેશ આપવામાં આવ્યા છે. મોરબી જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ દ્વારા મોરબી જીલ્લાના મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે.
