ધરાર પ્રેમીએ યુવતી સાથેના ફોટા જેતપુરના મંગેતરને મોકલી સગાઇ તોડાવી નાખતા ફરિયાદ

શહેરના પરસાણાનગરમાં રહેતી યુવતીને તેના ધરાર પ્રેમીએ ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી તારૂૂ સગપણ ક્યાંય નહીં થવા દઉં તેમ કહી મંગેતરનો સંપર્ક કરી તેમને બંનેના ફોટા…

શહેરના પરસાણાનગરમાં રહેતી યુવતીને તેના ધરાર પ્રેમીએ ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી તારૂૂ સગપણ ક્યાંય નહીં થવા દઉં તેમ કહી મંગેતરનો સંપર્ક કરી તેમને બંનેના ફોટા મોકલી સગાઈ તોડાવી નાખતા પ્ર. નગર પોલીસમાં ધોરાજીના ગૌરવ રાજેશ રીજવાણી સામે ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે,આજથી લગભગ સાતેક મહીના પહેલા ઇન્સ્ટાગ્રામ એપલીકેશન ના માધ્યમ થી તેણી ગૌરવ રાજેશભાઈ રીજવાણી ના સંપર્કમા આવેલ હતી અને બાદમા તે બન્ને વચ્ચે મીત્રતા થયેલ અને બન્ને અવાર નવાર મળેલ પણ હતા અને બાદ આ ગૌરવએ યુવતીને લગ્ન કરવા માટે કહેલ જેથી તેણી એ કહેલ કે આપણા બન્નેના પરીવારની સહમતીથી લગ્ન થાય તો સારૂૂ હુ મારા પિતાની મરજી વીરૂૂધ્ધ લગ્ન કરીશ નહી.

બાદ આ ગૌરવને ખરાબ આદતો હોય તેની યુવતીને જાણ થતા તેણીએ ગૌરવ સાથે વાતચીત કરવાનુ ઓછુ કરી દીધું હતું.જેથી તે વધારે વાત કરવાનુ દબાણ કરતા ગૌરવના મોબાઇલ નંબર ને બ્લોક કરી દીધો હતો.બીજા સોસીયલ મીડીયા મારફત યુવતીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો જેથી યુવતીએ ગૌરવ ને બધી જગ્યાએથી બ્લોક કર્યો હતો.

જેથી ગૌરવએ તેના અલગ અલગ મીત્રોના મોબાઇલ નંબરમાથી ફોન કરી યુવતીને હેરાન પરેશાન કરતો હતો.બાદ આજથી બે મહીના પહેલા યુવતીની સગાઇ જેતપુરના એક યુવક સાથે થયેલ હતી જેની જાણ ગૌરવ ને થતા ગૌરવે યુવતીને કોઇ અજાણ્યા નંબર માથી ફોન કરેલ અને કહેલ કે તે કેમ મને પુછયા વગર સગાઇ કરી લીધી હુ તારી સગાઇ કયાય થાવા નહી દઉ બાદ થોડા દિવસ પછી ગૌરવએ યુવતીની સગાઇ જે યુવક સાથે થયેલ હોઇ તેનો સંર્પક કરી બન્નેના ફોટા મોકલેલ અને જણાવેલ કે મારે ભારતી સાથે સંબંધ હતા અને અમારે લગ્ન પણ કરવાના છે.

બાદ આ વાતની જાણ યુવતીને તેના મંગેતરે કરતા તેણીએ ગૌરવ ને ફોન કર્યો હતો અને કહેલ કે તુ કેમ હેરાન કરે છે તો ગૌરવે યુવતીને ફોનમાં જણાવેલ કે હુ તારી સગાઇ કયાય થવા નહી દઉ અને જો કોઇ જગ્યાએ સગાઇ કરી છે તો હુ તને જાન થી મારી નાખીશ. અને આ ગૌરવના કારણે મારી સગાઇ પણ તુટી ગઈ હતી.જેના કારણે યુવતીએ પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *