આનંદનગર દુષ્કર્મ ઘટના બાદ DGP એક્શનમાં, રાજ્યની તમામ સિક્યુરિટી એજન્સીમાં તપાસનો આદેશ

  અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ તંત્ર દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું…

 

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ તંત્ર દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્યના DGP જી.એસ. મલિકે સમગ્ર ગુજરાતની સિક્યુરિટી એજન્સીઓની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

DGP જી.એસ. મલિકે જણાવ્યું છે કે, રાજ્યભરની તમામ સિક્યુરિટી એજન્સીઓની કામગીરી અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને સિક્યુરિટી એજન્સીઓના લાયસન્સની સ્થિતિની ચકાસણી કરવામાં આવશે. જે સિક્યુરિટી એજન્સીઓના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી અથવા નિયમોનું પાલન કરવામાં આવતું નથી, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

DGP એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સિક્યુરિટી એજન્સીઓની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. સિક્યુરિટી એજન્સીઓનું કામ લોકોની સુરક્ષા સાથે સીધું સંકળાયેલું હોવાથી તેમની જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં કર્મચારીઓની યોગ્ય ચકાસણી કર્યા વિના તેમને ફરજ પર મૂકવા જેવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આનંદનગરની ઘટનાને પગલે હવે રાજ્યભરની સિક્યુરિટી એજન્સીઓમાં કર્મચારીઓની ભરતી, પોલીસ વેરિફિકેશન, લાયસન્સ અને અન્ય નિયમોના પાલનની સ્થિતિની તપાસ કરવામાં આવશે. આ તપાસ બાદ નિયમોનો ભંગ કરનારી એજન્સીઓ સામે જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *