યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે પૂનમના દિવસે જગત મંદિરે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારે મંદિરના દ્રાર ખુલ્લે એ પહેલાથી જ મંગળા દર્શન કરવા મોક્ષ દ્રાર અને સ્વર્ગ દ્વાર ભાવિકોની ભારે ભીડ જામી હતી.
જગત મંદિરે દર્શનાર્થી ઓ માટે અવ્યવસ્થા ના કારણે છપ્પન સીડી સ્વર્ગ દ્વાર પાસે વૂધ્ધો બાળકો મહિલાઓ ગિરદી માં ફસાઈ જતા ધક્કા મુકીના દ્રશ્યો સર્જાયા હતા. અને કિકીયાટી ના અવાજો ગુંજ્યા હતા. વાર તહેવાર પુનમ અમાસ કે અગિયારસ તેમજ શનિ રવિના દિવસો હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે શ્રધ્ધાળુઓની ભિડ જોવા મલ્તી હોય છે. તે છતાં સંબંધિત તંત્ર દ્વારા શ્રધ્ધાળુઓ માટે શાંતિપૂર્ણ દર્શન અને વ્યવસ્થિત લાઇનો ની વ્યવસ્થા ના કરાતા લોકો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાવિકો આસ્થા સાથે ભગવાન શ્રી દ્વારકાધીશજી ના દર્શનાથે આવતા હોય અવ્યવસ્થા હોવાથી વહિવટી તંત્ર ધ્યાન દેતું નથી.
શ્રધ્ધાળુઓ માંડ માંડ ધક્કા મુકી માથી મંદિર અંદર પહોચે ત્યારે શ્રધ્ધાળુઓ એક મિનીટ પણ શાંતી થી દર્શન કરી શકતા નથી. ફરજ પર રહેલા પોલિસ કર્મીઓ ધક્કા મારી કાઠી મુકતા હોય છે. દુર દુર થી આવતા લોકોને દર્શન થઈ રહ્યા નથી. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ જીલ્લા કલેકટર ભાવિકોની લાગણીને ધ્યાનમાં લૈઇ જગત મંદિરે ભક્તોને શાંતી થી દર્શન કરી શકે સુંદર વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે. જીલ્લા પોલીસ વડા ફરજ પર રહેલા પોલિસ કર્મીઓ ને દર્શનાર્થીઓને શાંતી દર્શન કરી શકે પોલીસ કર્મીની છબી ખરાબ ના થાય એ ધ્યાન દોરાવે જરુરી છે.
યાત્રાધામ દ્વારકામાં પૂનમના પાવન અવસરે આજે વહેલી સવારથી ભાવિકોનો મોટો સમુદાય દ્વારકાતીર્થ યાત્રાએ આવી પહોંચેલ હતો. વહેલી સવારે કડકડતી ઠંડીમાં સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ પવિત્ર ગોમતી સ્નાન કર્યું હતું. છપ્પનસિડી એ વહેલી સવારે શ્રીજી મંગલા દર્શન કરવા ભાવિકો ની ખિચોખિચ ગીર્દી જોવા મલી હતી. પુનમ નિમીતે વારદાર પુજારીએ ઠાકોરજીને અલૌકિક શિંગાર કરાયો. ભાવિકો શ્રીજીના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.
