ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી, ગ્રામિણ તથા શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં હજારો કરોડો રૂૂપિયા ઘટાડવામાં આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે આ ઘટાડો સૌથી જરૂૂરી લોકો ને સ્પર્શતા ક્ષેત્રોમાં કરવામાં આવ્યો છે.
સરકાર 4.4%ના રાજકોષીય ઘાટા પર ગૌરવ અનુભવે છે, પરંતુ આ આંકડો લોકોના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્યની કિંમત પર હાંસલ કરાયો છે.આવકમાં ઘટાડો અથતંત્રમાં વ્યાપક સુસ્તીનો સંકેત છે, જેને સરકાર સ્વીકારવા તૈયાર નથી.વર્તમાન વર્ષ 202526માં બજેટ અંદાજપત્ર ની સરખામણીમાં સુધારેલા અંદાજપત્ર (છઊ) મુજબઆવકમાં ₹78,086 કરોડનો ઘટાડો થયો છે,શુદ્ધ કર આવકમાં ₹1,62,748 કરોડ ઓછા થયા છે,
કુલ ખર્ચમાં ₹1,00,503 કરોડની ઘટાડો કરવામાં આવી છે,જ્યારે કેપિટલ ખર્ચમાં ₹1,44,376 કરોડ જેટલો મોટો ઘટાડો થયો છે.
આગામી વર્ષ 202627 માટે પણ પાક વીમા યોજના, યુરિયા સબસિડી, ગરીબ કલ્યાણ અનાજ યોજના, રક્ષા ક્ષેત્રની મહત્વપૂર્ણ યોજનાઓ અને ગરીબ પરિવારને એલપીજી કનેક્શન જેવી યોજનાઓમાં ઓછું ફંડ રાખવામાં આવ્યું છે. સતત અર્થવ્યવસ્થા પડી ભાંગી રહી છે, રૂૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. મંદી – મોંઘવારી – મહામારી સામે સરકારની કોઈ નક્કર જાહેરાતનો બજેટમાં અભાવ જોવા મળે છે. બજેટમાં મોંઘવારીમાં સતત વધારો, બેરોજગારી, આર્થિક અસમાનતા, ઘટતી આવક સામે નક્કર આયોજન જોવા મળતું નથી.
