પડધરીના મોવૈયામાં ધરમશી ઉર્ફે કાળુના નામના શખસ પાસેથી યુવાને 35 હજાર વ્યાજે લીધા હતાં. જેના બદલામાં દોઢ લાખ પડાવી લીધા હોય અને 30 ટકા તોતીંગ વ્યાજ વસૂલતો હોય ઉઘરાણી માટે મારમારી ધમકી આપતો હતો. જેનાથી કંટાળી જઈ યુવાને ફિનાલઇ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગે પડધરીના મોવૈયામાં રહેતાં ભરતભાઈ પીઠાભાઈ પરમાર (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઘરમશી ઉર્ફે કાળુ લાલજી વાઘેલા (રહે. મોવૈયા, પડધરી) નું નામ આપ્યું છે.
યુવાને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષે 2024 મા તેનો દિકરો સમ્રાટ દાઝી જતા તેની સારવાર માટે પૈસાની જરૂૂર પડતા ધરમશી ઉર્ફે કાળુ વાઘેલા દુકાને જે વેરાઈ હોટેલની પાછળ આવેલ હોય ત્યા ગયેલ અને તેને કહ્યું હતું કે,મારે 35 હજારની જરૂૂર છે, તો આરોપીએ કહ્યું હતું કે, હું ત્રીસ ટકા મહિનાના વ્યાજે પૈસા આપુ છુ, તારે જોઈતા હોય તો બોલ, પૈસાનો જરૂૂરિયાત હોવાથી ફરીયાદીએ 35 હજાર વ્યાજે લીધાં હતાં. બાદ ફરી પૈસાની જરૂૂર પડતા તા. 28/02ના તેની પાસેથી રૂૂ. 5000 મહિને 30 ટકા વ્યાજ લેખે રૂૂપીયા 1500 ના વ્યાજે પૈસા લીધેલ હતા.બાદ વધુ જરૂૂર પડતા ફરીથી અલગ અલગ સમયે 10 હજાર લીધેલ હતા.તેની પેનલ્ટી તથા વ્યાજના થઈ કુલ રૂૂપીયા આશરે દોઢેક લાખ ચૂકવી દીધા હતાં. છેલ્લા દોઢેક મહીનાથી પૈસાની સગવડ ના હોય જેથી વ્યાજના પૈસા ભરેલ ન હતા.
જેથી ધરમશીએ કેટલાય સમયથી અવાર નવાર ફોન કરી 35 હજારનુ વ્યાજ અને પેનલ્ટી ના રૂૂપીયા 1.40 લાખ માંગી રૂૂબરૂૂ બોલાવી પૈસાની માંગણી કરી પૈસા આપી દે જે નહીંતર તને પુરો કરી નાંખીશ તેમ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીએ કહેલ કે, આવતીકાલ નવ વાગ્યા સુધી મારા વ્યાજના તથા પેનલ્ટીના પૈસા નહી આપતો તેને ઉપાડી જઈશ અને તને પુરો કરી નાંખીશ તેમ ધમકી આપી હતી.ગઈકાલે ફરીવાર આરોપીના પૈસાની ઉઘરાણી માટે મને ફોન આવવાનુ ચાલુ થતા ગભરાઈ યુવાને હું પોઈઝન પીવા જાવુ છું તેવો વીડીયો બનાવી ભાઈ રાજેશભાઈને વોટ્સએપમા મોકલી ફીનાઈલ પી ગયેલ હતો. બાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
