પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરતી અદાલત

શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે ઉપરથી વિદેશી દારૂૂ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં નામ ખોલતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે મંજુર કરતો હુકમ…

શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે ઉપરથી વિદેશી દારૂૂ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં નામ ખોલતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે મંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટની ભાગોળે અમદાવાદ હાઇવે ઉપરથી એરપોર્ટ પોલીસ મથકની ટીમ વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જેની પૂછપરછમાં કિશન હિમંતલાલ પરમાણીનું નામ ખોલતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જે દારૂૂના ગુનામાં નામ ખુલતા આરોપી કિશન પરમાણીએ પોલીસ ધરપકડની દહેશતે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ આરોપીની શરતોને આધીન આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ હેમંત કે. સગર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *