રાજકોટ તા. ૨૦ રાજકોટ જિલ્લા એને શહેરમાં રેશનકાર્ડ E-KYC માટે પુરવઠા વિભાગ દ્વારા કર્મચારીની ફોજ ઉતાર્યા હોવા છતાં પણ ૩૦ ટકા જેટલી જ પૂર્ણ થઈ શહેર અને જિલ્લામાં ૩૭ લાખમાંથી માત્ર ૧૧ લાખ લોકોએ ઇ કેવાયસી કરવામાં આવી છે. સૌથી ધીમી કામગીરી રાજકોટ શહેરમાં સૌથી ઝડપી કામગીરી જામકંડોળામાં ૫૬ ટકા E- KYC કામગીરી થઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઈ- કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકો નિયત સમયમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને વસ્તુ મળતી બંધ થઈ જશે રાજકોટના ૩૭ લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર ૧૧ લાખ જેટલા જ લોકોએ ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. એટલે કે હાલ રાજકોટ જિલ્લામાં માત્ર 3૦ ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થાય છે હજી પણ ૭૦ ટકા જેટલી કામગીરી બાકી છે. આજે પણ ૨૬ લાખથી પણ વધુ રેશનકાર્ડ ધારકો ઈ- કેવાયસી કરવામાં બાકી છે.સૌથી ધીમી કામગીરી રાજકોટ શહેરમાં સૌથી ઝડપી કામગીરી જામકંડોળામાં પદ ટકા E- KYC કામગીરી પૂર્ણ
થઈ પુરવઠા વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૦ લાખ રેશનકાર્ડ ધારકો છે જેમના સભ્ય ૩૭ લાખથી પણ વધુ થાય છે. જેમાં હાલ ૧૧ લાખ જેટલા લોકોના ઇ- કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ૩૧ ડિસેમ્બર ઈ-કવાય કરવા માટેની અંતિમ તારીખે પણ થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ઈ- કેવાયસી કરવા માટેનો સમય વધારવામાં આવ્યો છે. હાલ શિક્ષકો તલાટી મંત્રી તેમજ આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓને ઈ કેવાવાયસીની કામગીરી સોંપવામાં આવી છતાં પણ કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે.
