ગઇકાલે ઘરમાં ધુસી ફોન ઝૂંટવી તમાચા ઝીંકી દીધા, કોઠારિયા રોડ નજીકની ઘટના
રાજકોટના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ મિત્રતા તોડી નાખવા છતાં સેઝાન યાકુબભાઈ જેઠવા નામના શખ્સે પરાણે મિત્રતા રાખવા અવાર-નવાર કોલ કરી તેના ઘરમાં ઘુસી ગાળો દઈ નિર્લજ્જ હુમલો કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
યુવતીએ પોલીસને જણાવ્યું કે તે ખાનગી નોકરી કરે છે. આજે સવારે તે ઓફિસે હતી ત્યારે અગાઉ તેને જેની સાથે મિત્રતા હતી તે આરોપી સેઝાન અવાર-નવાર કોલ કરતો હતો. પરંતુ તે કોલ રીસીવ કરતી ન હતી. આરોપીને અગાઉ મિત્રતા રાખવી નથી તેવુ કહી દીધુ હોવા છતાં તે પરાણે મિત્રતા રાખવા અવાર-નવાર કોલ કરતો હતો.
ત્યાર બાદ સાંજે તે ઘેર આવ હતી ત્યારે પણ આરોપી અવાર-નવાર તેને કોલ કરતો હતો. થોડીવાર બાદ આરોપીએ તેના ઘર પાસે જઈ બુમાબુમ કરી નફોન ઉપાડ નહીતર હું તારા ઘરની અંદર આવુ છુંથ તેમ બોલવા લાગ્યો હતો. છતા તેણે કોલ રીસીવ કર્યો ન હતો. આરોપી અનેક વખત કોલ કરતો હોવાથી તેણે એક વખત કોલ રસીવી કરી આરોપીને ઘરની બહાર ઉભો ન રહે, જતો રહે તેમ કહેવા છતા આરોપી ગયો ન હતો. બાદમાં ઘરમાં ઘુસી નિર્લજ્જ હુમલો કરી ફોન ઝુંટવી લઈ.
તમાચા ઝીંકી દીધા હતા. આ સમયે તેના માતા વચ્ચે પડતાં આરોપીએ તેને પણ ધક્કો મારી બુમાબુમ કરવા લાગતા આરોપીના હાથમાંથી ફોન લઈ તેના માનીતા ભાઈને જાણ કર્યા બાદ પોલીસ બોલાવાઈ હતી.એટલું જ નહીં આરોપીએ પંદર દિવસ પહેલા પણ તેની ઓફિસે જઈ તમાચા ઝીંકી દીધા હોવાનું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે.
