રાજકોટ ખાતે આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ’રિજનલ વાઇબ્રન્ટ સમિટ’ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, રવિવારે મોડી સાંજે રાજકોટ આવી પહોંચશે. તેઓ સોમવારે સવારથી જ સમિટના વિવિધ આયોજનો અને સુરક્ષા વ્યવસ્થાની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હર્ષ સંઘવી સોમવારે સવારે મારવાડી યુનિવર્સિટી ખાતે રિજનલ વાઇબ્રન્ટ સમિટના સ્થળની મુલાકાત લેશે. અહીં તેઓ સમિટના મુખ્ય આયોજન સ્થળ, બેઠક વ્યવસ્થા અને ટેકનિકલ પાસાઓની સમીક્ષા કરશે. ત્યારબાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચિત રોડ-શોના રૂૂટનું પણ રૂૂબરૂૂ નિરીક્ષણ કરવામાં આવશે
સોમવારે સવારે 11 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નિયુક્ત કરવામાં આવેલા તમામ વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહેશે.દરેક વિભાગને સોંપવામાં આવેલી જવાબદારીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ લેવામાં આવશે. આ સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ, હર્ષ સંઘવી પત્રકાર પરિષદને સંબોધન કરશે. જેમાં તેઓ રિજનલ વાઇબ્રન્ટ સમિટના હેતુ, અત્યાર સુધી થયેલી તૈયારીઓ અને આ સમિટથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને થનારા ફાયદાઓ વિશે માહિતી આપશે.
