આર.એસ.એસ.ના વડા ભાગવત તા.19-20 રાજકોટના પ્રવાસે

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક યોજશે સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલ અઘારાની યાદીમાં જણાવાયા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત…

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક યોજશે

સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલ અઘારાની યાદીમાં જણાવાયા મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત સરસંઘચાલક મોહનજી ભાગવત દિનાંક 19 અને 20 જાન્યુઆરી 2026 સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ નિશ્ચિત સમાજ પ્રબોધક અને પ્રેરક લોકો સાથે વ્યક્તિગત અને શ્રેણીશ: વાર્તાલાપનો કાર્યક્રમ રહેશે. સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત પંચ પરિવર્તન વિષય અંગે વ્યાપક ચર્ચા હેતુ વ્યકિતગત તેમજ સમાજ જીવનના સૌરાષ્ટ્ર ભરના વિભિન્ન ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સંવાદ કરશે. આ પ્રવાસ દરમિયાન કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *