ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયના મંત્રીઓની ફેર નિયુકતિ બાદ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીની નિયુક્તિ થતાં તેઓએ પ્રથમવાર નાયબ મુખ્યમંત્રી તરીકે રાજકોટ શહેરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ નવનિયુકત ઉપાધ્યક્ષ અને પુર્વ સાંસદ રમેશભાઈ ઘડુક, પ્રદેશ નવનિયુકત સહકોષાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ વિધાનસભા- 68 ઉદયભાઈ કાનગડ, વિધાનસભા-69 ડો. દર્શિતાબેન શાહ, વિધાનસભા-70 ના રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા-71 ના ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતના એ બુકે આપી સ્વાગત કરવામાં આવેલ હતું.
આ તકે પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પૂજારા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક નેતા મનીષભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, સહિતનાએ હર્ષભાઈ સંઘવીનું રાજકોટના સરકીટ હાઉસ ખાતે બુકે આપી સ્વાગત કરવામાં આવેલ હતું.
