ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 12 દુકાન મકાનનું ડિમોલિશન

વોર્ડ-5માં માલધારી સોસાયટી અને વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડતુ મનપા મહાનગરપાલિકા દ્વારા લોકોનું ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો આવે તે મુજબના ડિમોલેશનની તૈયારી કરી…

વોર્ડ-5માં માલધારી સોસાયટી અને વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડતુ મનપા

મહાનગરપાલિકા દ્વારા લોકોનું ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો આવે તે મુજબના ડિમોલેશનની તૈયારી કરી ગઈકાલથી જ પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત આજરોજ વોર્ડ નં. 5માં માલધારી સોસાયટી અને વોર્ડ નં. 11માં અંબિકા ટાઉનશીપમાં લોકોની ફરિયાદ આવ્યા બાદ 11 પાકી દૂકાન અને એક મકાનનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી રોડ પરની 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી.

મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પૂર્વઝોનમાં વોર્ડ નં.5માં આવેલ માલધારી સોસાયટી ભવાની રોડવેઝ વાળી સેરીમાં આસામીઓ દ્વારા રહેણાક અને વાણીજ્ય હેતુનું કરવામાં આવેલ પાંચ દુકાન અને એક મકાનનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ આ મુદ્દે તમામ આસામીોને નોટીસ આપ્યા બાદ આજ સુધી પુરાવા રજૂ ન કરતા ટાઉન પ્લાનીંગ વિભાગે ડિમોલેસનની કામગીરી હાથ ધરી હતી. જ્યારે વોર્ડ નં. 11માં અંબિકા ટાઉનશીપ મુખ્યમાર્ગ 3 ના કોર્નર ઉપર પ્રમુખશ્રી વસંતવાટીકા દ્વારા વાણીજ્ય હેતુનું બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવેલ આ બાંદકામ ટીપી વિભાગના ધ્યાને આવતા 260/1 મુજબની નોટીસ પાઠવવામાં આવેલ છતાં આસામીઓ દ્વારા જાતે બાંધકામ દૂર ન કરાતા મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરી રોડ ઉપર ચણવામાં આવેલ છ દુકાનો તોડી પાડવામાં આવી હતી. જેથી અંદાજીત 150 ચો.મી. રોડની જગ્યા ખુલ્લી થઈ હતી.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. 5માં પાંચ દુકાન અને એક મકાન અને વોર્ડ નં. 11માં અંબીકા ટાઉનશીપ મુખ્યમાર્ગ ઉપર રોડ ઉપર નડતરરૂપ બનાવવામાં આવેલ પાકી 6 દૂકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવેલ આ ડિમોલેશન ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટઝોન અને ઈસ્ટઝોન તથા આસિ. ટાઉન પ્લાનર તથા તમામ આસિ. એન્જિનિયર તેમજ એડી. એન્જિનિયર, હેડ સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ અને જુદી જુદી શાખાઓ જેમ કે, જગ્યારોકણ શાખા, ફાયર શાખા, રોશની શાખા અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સના સ્ટાફ તેમજ ગુજરાત ગેસના સ્ટાફ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.

ત્રણેય ઝોનમાં 1000થી વધુ બાંધકામો તોડી પડાશે
મનપાના ટીપી વિભાગ દ્વારા ફરિયાદોના આધારે તેમજ અગાઉ નોટીસ અપાયેલ હોય તેવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત ત્રણેય ઝોનમાં 18 વોર્ડની તમામ ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ઈમ્પેક્ટ ફી હેઠળ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય અને નિયમ વિરુદ્ધ હોય ત્યારે ઈમ્પેક્ટ ફી હેઠળ માન્યતા ન મળી હોય તેવા બાંધકામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી સંભવત ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા અથવા ચોમાસા બાદ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *