તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે…

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે છે કે, જ્યારે પાકિસ્તાને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સૈન્ય કાર્યવાહી નહીં કરે, ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો. આ મુદ્દે રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવતા લખ્યું કે, મોદીજી, પોકળ ભાષણો આપવાનું બંધ કરો. રાહુલે પીએમના ભાષણમાં એક વાક્ય પર કટાક્ષ કર્યો, જેમાં વડાપ્રધાને પલોહી ઉકળવાથ અંગે વાત કરી હતી.રાહુલ ગાંધીએ આ ત્રણ પ્રશ્ન પૂછ્યા કે, મોદીજી, મને ફક્ત એટલું કહો કે… તમે આતંકવાદ પર પાકિસ્તાનના નિવેદન પર કેમ વિશ્વાસ કર્યો? ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું? તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તમે ભારતના સન્માન સાથે ચેડા કર્યા છે!

બીજી તરફ તાજેતરમાં, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પરના હુમલાઓ વિશે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે. સાંસદ નિશિકાંત દુબેએ રાહુલના આ આરોપો પર જોરદાર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધી આ તમારી સરકારના સમયમાં થયેલો કરાર છે. 1991માં, તમારી પાર્ટી સમર્થિત સરકારે એક કરાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન કોઈપણ હુમલા અથવા સૈન્ય હિલચાલ વિશે માહિતીનું આદાનપ્રદાન કરશે. શું આ કરાર રાજદ્રોહ છે? કોંગ્રેસનો હાથ પાકિસ્તાન સાથે છે…
નિશિકાંત દુબેએ 1991માં કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા એક કરારની યાદ અપાવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ હુમલા કે સૈન્યની હિલચાલ વિશેની માહિતી એકબીજા સાથે શેર કરવી જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *