જ્યા જનતા તેના પ્રતિનિધિ રૂૂપે નગરસેવકને ચૂંટીને મોકલે છે તેવી મહાનગરપાલિકામાં યોજાતુ જનરલ બોર્ડ એટલે લોકશાહીનું મંદિર કહેવાય છે. જ્યા પ્રજાને લગતી સમસ્યાઓ, પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાનો અભિગમ હોય છે. કોઇ વાત ખાનગી રહેતી નથી. પરંતુ રાજકો મહાનગરપાલિકામાં નવી આવેલી શાસકપક્ષની નવા સુકાનીઓએ તો લોકશાહીને ગળાટૂંપો આપવામા વધુ એક છેલ્લી પાટલીએ બેસવાની દાનત અપનાવી છે. જનરલ બોર્ડ પુર્વે શાસક અને વિપક્ષ્ કોઇપણ સભ્યએ પુછેલા સવાલ બહાર ન આવી જાય એ માટે ખાનગી રાખવાના હવાતિયા શરૂૂ કર્યા છે. વધુ એકવખત આવી હરકત કરી છે. આગામી તા.20મીએ મળનાર જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને થઇને 18 નગરસેવકોએ કુલ 42 પ્રશ્નો મુક્યા છે.
જેમા ભાજપના 24 સવાલ છે અને વિપક્ષી નગરસેવકોના 18 સવાલો છે. આ તમામ 42 સવાલો ક્યા છે? તે ખાનગી રાખવા સેક્રેટરીને જાણે કડક સુચના અપાઇ હોય તેમ તિજોરીમાં મુકી દેવામા આવ્યા છે. જો કે આગામી જનરલ બોર્ડ માટે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ પુછેલા સવાલ રાજકોટ શહેર કોંગ્રેસે અગાઉથી જાહેર કરી દીધા છે. કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહનું કહેવુ એવુ છે કે, જનતાને લગતા સવાલો છે તો પછી અગાઉથી જાહેર થઇ જાય તેમા શાસકોને શું ચુંક ઉપડે છે? પ્રશ્નોતરી ઉપરાંત જનરલ બોર્ડના એજન્ડામાં માત્ર ચાર જ દરખાસ્ત છે. જેમા રેસકોર્સ સંકુલમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જર્જરિત ટોયલેટ બ્લોક અને સ્ટોર રૂૂમ દુર કરવા, ચડત મિલકત વેરા તથા વોટર ચાર્જીસના લેણામાં વ્યાજમાફી આપવી, વોર્ડ નં.6માં કબીરવન સોસાયટી મેઇન રોડ પર આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલા ગાર્ડનનું નામકરણ કરવુ. આ ચાર દરખાસ્તનો નિર્ણય કરવામા આવશે.
વિપક્ષી નગરસેવક મકબુલ દાઉદાણીએ આજી નદીમાં ગાડીવેલ કાઢવા બાબત શું કાર્યવાહી કરેલ છે વર્ષ 2012 થી આજે રિવર ફ્રન્ટ જાહેર કર્યા ત્યારથી આજ દિન સુધી શું શું કામગીરી કરવામાં આવેલ છે. તેની વિગત માંગી છે. આ ઉપરાંત 1 થી 18 વોર્ડમાં રાત્રિના સમયે અનેક નાના મોટા રોડમાં કોમ્પ્રેસર મશીન, રોડ સ્વીપર મશીન અથવા સ્ટ્રીટ સ્વીપર દ્વારા રોડને સફાઈ કરવામાં આવે છે તો તે કોન્ટ્રાક્ટ રાજકોટ મહાગરપાલિકા દ્વારા કઈ તારીખ થી કઈ તારીખ સુધી કેટલા સમય માટે કોઈ કંપની અથવા એજન્સીને અપાઇ છે.
તેવી વિગત મહિલા કોર્પોરેટર સુધા બા વાઘેલાએ છેલ્લા બે મહિનામાં વરસાદી સિઝન ના કારણે કેટલા રસ્તાઓનું ધોવાણ થયું કેટલા રસ્તાઓનો ડામર ઉખડી ગયો છે અને ફરી રીપેર કરવા માટે કેટલો ખર્ચ થશે એના અંદાજિત આંકડાઓ રજૂ કરવા મનિષાબેન રોજાસરાએ ઝેરોક્ષ માટે કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે એક ઝેરોક્ષ કોપીના કેટલા રૂૂપિયા કોર્પોરેશન ચૂકવી રહી છે એજન્સી પાસે કેટલા વર્ષોથી ઝેરોક્ષ કોપી કાઢવાનો કોન્ટ્રાક્ટ છે અત્યાર સુધીમાં દરેક વિભાગોમાં વર્ષે કેટલી કોપી ઝેરોક્ષ થાય છે અને બિલ સહિત એજન્સીને ચૂકવેલા નાણા સહિતનો હિસાબ તેમજ હાલ કેટલી સીટી બસ કાર્યશીલ છે કઈ કઈ પ્રકારની તેમાં કેટલા ડ્રાઈવરો વીમા લાઇસન્સ પીયુસી સહિતની તમામ વિગતો જાહેર કરવી.
અર્જુન ભાઈ ચૌહાણએ ટીપરવાન દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઠાવનાર કર્મચારીઓને શું સમયસર પગાર ચૂકવવામાં આવે છે તેમનું લઘુત્તમ વેતન પગાર ધોરણ સરકાર દ્વારા નક્કી કરેલા દર મુજબ છે કે નહીં કોન્ટ્રાક્ટર મારફતે કામ કરતા કર્મચારીઓને નક્કી કરેલી રકમ પૂરી મળે છે કે નહીં? સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબીન વિતરણ કેટલી થઇ તેની માહિતી માગી છે. જયારે દિપ્તીબેન સોલંકીએ 1થી 18 વોર્ડમાં 1 એપ્રિલ 2026 થી આજ સુધી પાણીના કેટલા નમૂના લેવાયા. કયા કયા પ્રકારના ટેસ્ટિંગ કરાયા તેનો શું રિપોર્ટ આવ્યો પાણીના નમુના પાસ ન થયા હોય તો એ વોર્ડ અને વિસ્તારનું નામ ગંદુ પાણી મળવાના કારણ? નર્મદા યોજનાનું પાણી આવે છે કોર્પોરેશનને ઉપાય શું કર્યો છે આ સમસ્યા હોલ થઈ કે હજુ ઘણા વિસ્તારમાં ડોળું પાણી મળે છે ? વરસાદના કારણે મોટા ખાડાઓ પડ્યા છે જેના લીધે અકસ્માતો પણ વધ્યા છે તેવા દરેક ખાડાઓ નું ક્યારે મેટલિંગ કામ કરવામાં આવશે જો મોટી કોઈ જાનહાનિ થાય અકસ્માતના કારણે તો જવાબદારી કોર્પોરેશનની રહેશે કે કેમ તે વિગત માંગી છે.
આ ઉપરાંત અટલ સરોવર પાછળ કેટલો ખર્ચ થયેલ છે તેની વિગતો આપવી અને આ નાણાં ગુજરાત સરકારમાંથી કેટલી ગ્રાન્ટ આવે છે કોર્પોરેશનને કેટલી ગ્રાન્ટ નાખી છે. તેની વિગતો આપવી જયારે ઇબ્રાહીમભાઇ સોરાએ જંગલેશ્ર્વર ડિમોલીશન મુદ્દે સંખ્યાબંધ સવાલોનો ચક્રવ્યુહ બોર્ડમાં મૂકયો છે.
કયા નગરસેવકે કેટલા પ્રશ્ર્નો પૂછયા
સંજયભાઇ ચાવડા – 3
મકબુલ દાઉદાણી -3
રસીલાબેન સાકરીયા – 1
સુધાબા વાઘેલા – 2
મનીષાબેન રોજાસરા – 2
પ્રવિણભાઇ સેગલીયા – 2
દિપ્તીબેન સોલંકી – 3
રસીલાબેન ગરૈયા – 2
ઇબ્રાહીમભાઇ સોરા – 3
અર્જુનભાઇ ચૌહાણ – 3
કિરણબેન માકડીયા – 2
સ્મિતાબેન ગોહેલ – 2
કિરણબેન હરસોડા – 2
પુનમબેન મોરવાડીયા – 1
જયશ્રીબા જાડેજા – 3
ધૈર્ય પારેખ – 2
કૌશિકભાઇ ટાંક – 3
ખ્યાતિબેન ગોહેલ – 3
