પ્રજાસત્તાક અને ગાંધી નિર્વાણ દિને નોનવેજ વેચાણ બંધ રાખવા માંગ

26 જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે, કારણ કે આ દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ સંપૂર્ણપણે સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક બન્યો, જેના પછી…

26 જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે, કારણ કે આ દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ સંપૂર્ણપણે સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક બન્યો, જેના પછી ડો. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી. આ દિવસ ભારતના સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવતી ભવ્ય પરેડ સાથે નવી દિલ્હીના કર્તવ્ય પથ (હાલમાં રાજપથ) પર ઉજવવામાં આવે છે. તા.30 જાન્યુઆરી એટલે “ગાંધી નિર્વાણ દિવસ’ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો હતો.

મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. ગાંધીજી એટલે અહિંસાનાં પુજારી. તેઓ કાયમ અહિંસામાં જ માનતા હતા. તે કહેતા કે આ એક શબ્દ નથી. આખી સંહિતા છે. તે એક આચરણ છે. અહિંસા એ મનુષ્ય જાતિની પ્રબળ શક્તિ છે. માણસે સર્જેલા પ્રચંડ શસ્ત્રો કરતાં એ વધારે પ્રચંડ છે.

તા. 26/01/2026 ને સોમવારનાં રોજ ’પ્રજાસત્તાક દિવસ’ તથા તા. 30 /01/2026 ને શુક્રવાર ના રોજ ગાંધી નિર્વાણ દિવસે કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ દિવસની પવિત્રતા ધ્યાનમાં લઈને જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ દ્વારા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *