રેલનગરની ક્રિષ્ના પાર્ક સોસાયટીનો અશાંતધારામાં સમાવેશ કરવા માગણી

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી “ક્રિષ્ના પાર્ક સોસાયટી” ના રહીશો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં સોસાયટીને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા અને…

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી “ક્રિષ્ના પાર્ક સોસાયટી” ના રહીશો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં સોસાયટીને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા અને ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ વિસ્તારનો “અશાંતધારા” માં સમાવેશ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

આવેદનમાં જણાવ્યા અનુસાર, ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં નિમ્ન મધ્યમ વર્ગના અંદાજે 100 જેટલા હિન્દુ પરિવારો વસવાટ કરે છે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી હર્ષીલ પાર્ક, બીલીપત્ર અને લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં પણ આશરે 250 જેટલા હિન્દુ પરિવારો રહે છે, અને આ તમામ મિલકતો પર હાલ હિન્દુ પરિવારોનો જ માલિકી હક છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી અમુક ગેર-હિન્દુ વ્યક્તિઓ દ્વારા સોસાયટીના મકાનો ખરીદવા માટે સ્થાનિકોને મોટી રકમની લાલચ આપવામાં આવી રહી છે.

જોકે, રહીશોના સખત વિરોધ બાદ હાલ પૂરતો આ મામલો (મિલકત લેનાર અને વેચનાર બંને તરફથી) શાંત પડ્યો છે, પરંતુ સ્થાનિકોને આશંકા છે કે આ પ્રવૃત્તિ પાછળ કોઈ સક્ષમ વ્યક્તિ કે સંગઠન સક્રિય હોઈ શકે છે.આવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં કોઈ ગેરકાનૂની દબાણ કે પ્રક્રિયા નથી કરાઈ રહી, પરંતુ આસપાસના વિસ્તારોમાં ગેર-હિન્દુઓ વ્યવસાયિક સંપત્તિઓ ધરાવે છે અને છેલ્લા એક વર્ષમાં તેમના વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બાબત સ્થાનિક રહીશો માટે ભવિષ્યના ભયનું મુખ્ય કારણ બની છે.

સોસાયટીના રહીશોએ કલેક્ટરને સવિનય વિનંતી કરી છે કે તેઓ રૂૂબરૂૂ અથવા તેમના અધિકારીઓ મારફતે સ્થળનું જાત નિરીક્ષણ કરાવે. આ નિરીક્ષણના આધારે સોસાયટીને સત્વરે ’અશાંતધારા’ હેઠળ આવરી લેવામાં આવે તેવી અપીલ કરાઈ છે. કોઈ અઘટિત બનાવ બને તે પહેલાં કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય અને રાહત આપવા માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *