લાલપુર તાલુકાના હરિપર-પીપરટોડા ગામ વચ્ચે કરોડો રૂૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અંગે સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની રજુઆત પરત્વે દુર્લક્ષ સેવાતાં ભાજપના આગેવાને આ મામલે વિજીલન્સ તપાસ કરાવવા મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના સચીવ સમક્ષ રજુઆત કરી છે.
લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ રાજયના મુખ્યમંત્રી તેમજ માર્ગ-મકાન વિભાગના સચીવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરીને હરિપર-પીપરટોડા ગામ વચ્ચે નવા માર્ગના થઇ રહેલા કામમાં ભ્રષ્ટ નીતિ અખત્યાર કરી રહ્યા છે.
આ પત્રમાં જણાવાયું છે કે, આ માર્ગના કામમાં નિયમોનુસાર ઊંડાઇ કે ગુણવત્તા જાળવવામાં આવતી નહીં હોવા અંગે જામનગર જિલ્લા પંચાયતમાં તેમજ જિલ્લા કલેકટર કચેરીમાં ગ્રામ્ય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં અ મામલે કોઇ જ તપાસ કરવાની કે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ફરજ પડી છે.
હરિપર-પીપરટોડા વચ્ચેના માર્ગના આ કામ અંગે ગુણવત્તા ચકાસણી વિભાગ તેમજ વિજીલન્સ તપાસ કરાવવા આ રજુઆતમાં માંગણી કરવામાં આવી છે.
જામનગર તાલુકાના પીપરટોડા ગામમાં હાથ ધરાયેલા રોડ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગ્રામજનોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ કામ માતંગ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ કોન્ટ્રાક્ટર માલ-મટીરીયલમાં ગોલમાલ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યો છે.
જેમાં કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર સહિતનો સ્ટાફ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે, આ બાબતે પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ સરપંચ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ -ડીડીઓ. ઓફિસરને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરી લોટ પાણી જેવી છે અને કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરની મીઠી નજર તળે આ કામગીરી ચાલી રહી છે.
જીલ્લા વિકાસ અધિકારીને આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, લાલપુર તાલુકાના પીપરટોડા ગામથી હરીપર સુધીમાં ડામર રોડનું કામ ચાલી રહયુ છે, જે કામ માતંગ એન્જિનીયરીંગને આપવામાં આવેલ છે.આ માતન એન્જિનીયરીંગના કોન્ટ્રાક્ટર દ્વારા માલ-મટીરીયલમાં ઘાલમેલ કરીને ભ્રષ્ટાચાર કરી રહેલ છે. જેમાં કાર્યપાલક ઈજનેર નાયબ કાર્યપાલક ઈજનેર સહીતનો સ્ટાફ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે જોડાયેલ છે.
આ બાબતે લાલપુર તાલુકાના પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ સરપંચ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ જીલ્લા કલેક્ટર, ડો.ડી.ઓ સહીત ઉચ્ચ કક્ષાએ લેખોત મૈાખીક રજુઆતો કરી હોવા છતા જવાબદાર અધિકારીઓ કે પેટા કોન્ટ્રાક્ટર પર કોઈ પણ જાતના પગલા આજ દીવસ સુધી લેવામાં આવ્યા નચો. તેથી ના છુટકે અમારે ગ્રામજનોએ આ આવેઠનપત્ર પાઠવવાની ફરજ પડેલ છે. માતંગ એન્જીનીયરીંગ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગરી લોટ પાણીને લાકડા જેવો જ છે. કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ પંચાયત કચેરીની મીઠી નજર તળે કામગરી ચાલી રહી છે. સરકાર દ્વારા હરીપર, તથા પીપરટોડાને જોડનો માર્ગ ડામર રોડ મજબુત અને સારો થાય તે માટે કરોડો રૂૂૂપિયા ખર્ચો કરી રહી છે. પરંતુ સરકારશ્રીની મહેનત ભ્રષ્ટાચારના વહેણમાં તણાઇ રહી છે.વિશેષમાં પૌપરટોડા ગામમમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલા સીસી રોડના કામમાં માલ-મટીરીયલમાં કોઈ પણ જાતની ગુણવતા વીના આડેઘડ ખોદકામ કરી નાખવામાં આવેલ છે. જે કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેરની મોઠો નજર હેઠળ ચાલી રૂૂૂપિયાનો ગેરવહીવટ કરી રયા છે.
વધુમાં જણાવવાનું કે, આ કામના અંઠાજ પત્રની નકલ ટોટલ મેજરમેન્ટ સૌટ સાથે અમોને આપવા વિનંતી. દિન-5 માં જોલ્લા વિકાસ અધિકારી દ્વારા કડકમાં કડક કાર્યવાહીક ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવે તેવી અમો ગ્રામજનોની રજુઆત છે.સરકાર દ્વારા હરીપર અને પીપરટોડાને જોડતો માર્ગ ડામર રોડ બનાવવા માટે કરોડો રૂૂૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાહીન કામ કરવામાં આવતા સરકારના કરોડો રૂૂૂપિયાનો બગાડ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
