જામનગરમાં હરીયા કોલેજ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલી વિજ ટુકડી સાથે સ્થાનિકો વચ્ચે ભારે ગરમાગરમી થઇ હતી, અને આખરે વીજ ટુકડીએ પરત ફરવાનો વારો આવ્યો હતો.
પાર્કિંગમાં લગાવેલા વીજ મીટર કે જયાં વિજગ્રાહકોને જાણ કર્યા વિના નવા સ્માર્ટ મીટર લગાવવા ની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, અને ત્યારબાદ વીજ ગ્રાહકોને બોલાવીને તેના ડોક્યુમેન્ટમાં સહી કરવાનું કહેતા સ્થાનિક નારાજ થયા હતા.
દરમિયાન વિજ ટુકડી સાથે સ્થાનિકો દ્વારા બબાલ કરવામાં આવી હતી, અને ભારે ગરમા ગરમી અને પાવર કટ કરી નાખવાની પણ ધમકી અપાઈ હોવાનું એપાર્ટમેન્ટ ના રહેવાસીઓ જણાવી રહ્યા હતા. આખરે વિજ ટુકડીને સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયા રોકી દઈ પરત ફરવાનો વારો આવ્યો હતો.
