ઉનાના રામપરા ગામની સીમમાં સિંહણનો મૃતદેહ મળ્યો

પાછળના ભાગે ઈજાના નિશાન, મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા વનવિભાગ દોડતું થયું ઉના તાલુકાના રામપરા ગામની સીમમાંથી આશરે 5થી 9 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં…

પાછળના ભાગે ઈજાના નિશાન, મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા વનવિભાગ દોડતું થયું

ઉના તાલુકાના રામપરા ગામની સીમમાંથી આશરે 5થી 9 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સિંહણનો મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. શરીરના પાછળના ભાગે તેમજ પાછળના પગ પાસે ઈજાના નિશાન જોવા મળતા સિંહણના મોતને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂૂ થયા છે.

રામપરા ગામની સીમમાં સિંહણનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિક સરપંચને થતાં તેમણે તાત્કાલિક જસાધાર વનવિભાગને જાણ કરી હતી. જાણ મળતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત સિંહણનું પ્રાથમિક નિરીક્ષણ હાથ ધર્યું હતું.

પ્રાથમિક તપાસ દરમિયાન સિંહણના મૃતદેહ પર જીવાત પડી ગયેલી જોવા મળી હતી. મૃતદેહની સ્થિતિ જોતા સિંહણનું મોત થયાને થોડો સમય વીતી ગયો હોવાનું જણાતું હતું. જોકે, વનવિભાગ દ્વારા મૃતદેહ આશરે એક દિવસ જૂનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. મૃતદેહની કોહવાયેલી સ્થિતિને કારણે સિંહણના મોતનો સમય અને કારણ અંગે વધુ તપાસ જરૂૂરી બની છે.

વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રામપરા ગામની સીમ વિસ્તારમાં એક નર સિંહની પણ અવરજવર રહે છે. સિંહણના શરીર પર ખાસ કરીને પાછળના ભાગે ઈજાના નિશાન મળી આવતા નર સિંહ સાથે ઇનફાઇટ થઈ હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વનવિભાગ દ્વારા ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારનું સ્કેનિંગ શરૂૂ કરવામાં આવ્યું છે. સિંહણની ઇજાઓ કયા કારણોસર થઈ અને તેના મોત પાછળ ખરેખર ઇનફાઇટ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ઉના અને ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર સતત જોવા મળી રહી છે. ખેતરો, ગામની સીમ અને પાણીના સ્ત્રોત આસપાસ સિંહો દેખાવાની ઘટનાઓ સામેઆવી રહી છે.

સિંહોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં વનવિભાગ દ્વારા પેટ્રોલિંગની જરૂૂરિયાત છે!
ઉના ગીરગઢડા તાલુકામાં વન્યપ્રાણીની મોતની ધટના સામે આવી રહી છે આવા સમયે સતત મોનિટરિંગ વધુ અસરકારક બનાવવાની જરૂૂરીયાત ઉભી થઇ છે. હાલ વનવિભાગની ટીમ દ્વારા સિંહણના મૃતદેહ અંગે જરૂૂરી કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહણના મોતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *