જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે આગામી તારીખ 01-09-2026 થી યોજાનારા લોકમેળા-2026 ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી અને જાહેર સુરક્ષાના ધજાગરા ઉડાવતી પ્રવૃત્તિઓ સામે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ, જામનગરે કડક વલણ અપનાવ્યું છે. જામનગરના જાણીતા સામાજિક કાર્યકર અને વ્હીસલબ્લોઅર કલ્પેશભાઈ આશાણી દ્વારા દાખલ કરવામાં આવેલા રેગ્યુલર દીવાની મુકદ્દમા ને અદાલતે ગ્રાહ્ય રાખી, સરકારી ખાતા ને આપેલ નોટિસ પિરિયડ તાત્કાલિક માફ (ઠફશદય) કરીને તમામ પ્રતિવાદીઓને ટૂંકી મુદતની કારણ દર્શક નોટિસ ફટકારી છે અને આગામી સુનાવણી તારીખ 29/08/2026 ના રોજ નિયત કરી છે.
વાદી કલ્પેશભાઈ આશાણી એ તેમના એડવોકેટ રેખાબેન રાઠોડ અને જાગૃતિબેન જોગડિયા મારફતે અદાલત સમક્ષ સજ્જડ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરી છે કે મંજૂરી વિના ગેરકાયદેસર ટેન્ડરિંગ , પ્રદર્શન મેદાન સરકારી માલિકીનું હોઈ, પ્રાંત અધિકારી (શહેર) ના 1 ઓગસ્ટ 2026 ના પત્ર મુજબ જમીન ફાળવણીની પ્રક્રિયા હજી વહીવટી વિચારણા હેઠળ છે. આમ છતાં, જામનગર મહાનગરપાલિકાએ કાયદાને નેવે મૂકી ને સત્તાવાર જમીન ફાળવણી પહેલાં જ 31 જુલાઈ એ ટેન્ડર બહાર પાડી વેપારી ઓ પાસે થી લાખો રૂૂપિયાની વસૂલાત શરૂૂ કરી દીધી છે.
મેળો યોજવા માટે લાલ બંગલો થી સાત રસ્તા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરવાની સત્તા જામનગર મહાનગરપાલિકા પાસે નથી. મોટર વ્હીકલ એક્ટની કલમ 115 અને 117 મુજબ, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા વિના અને ટ્રાફિક પોલીસ/કલેક્ટર ની સત્તાવાર મંજૂરી વિના રસ્તાઓ બંધ કરી શકાય નહીં. પ્રદર્શન મેદાન ખાતે લાખોની મેદની માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, જેનાથી કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ ફસાઈ જશે.
મેંદાનના 30 ટકા ભાગમાં એસ.ટી. બસ ડેપો કાર્યરત છે. બાકીની સાંકડી જગ્યામાં વર્ષ 2024 ની ગુજરાત સરકાર ની કડક રાઇડ્સ સેફ્ટી એસ ઓ પી નું પાલન કરવું અશક્ય છે. નજીકમાં જ જજીસ બંગલો, શાળાઓ અને કોર્ટ આવેલી હોઈ આ આયોજન જામનગર ની જનતા માટે જીવતું જોખમ છે.
સિવિલ કોર્ટે કેસ ની ગંભીરતા જોઈને તમામ વહીવટી વડાઓને નોટિસ પાઠવી તારીખ 29 ઓગસ્ટે અદાલતમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.જેમાં સરકાર (Through DGP, ગુજરાત રાજ્ય) , જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર), જામનગર , જિલ્લા પોલીસ વડા , જામનગર મ્યુનિસિપલ કમિશનર , જામનગર મહાનગરપાલિકા ચેરમેનશ (સ્ટેન્ડિંગ કમિટી), પ્રાંત અધિકારી (શહેર), અને મામલતદાર (શહેર), નો સમાવેશ થાય છે.
આ કેસમાં વાદી તરફ થી પ્રદર્શન મેદાન પર યોજાનારા મેળા, પ્લોટ ફાળવણી અને ગેરકાયદેસર ટેન્ડર પ્રક્રિયા પર તાત્કાલિક વચગાળાનો મનાઈહુકમ મેળવવા માંગણી કરાઈ છે. તેમજ આ લોકમેળો શહેર વિસ્તાર બહાર વિશાળ જગ્યાએ યોજાય અને એસઓપી નુ પાલન કરી શકાય આગામી શનિવારે (તારીખ 29/08/2026) ના રોજ આ અંગે અદાલતમાં ધારદાર કાનૂની દલીલો હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર જામનગરની જનતાની મીટ મંડાયેલી છે.
