રાજકોટના બે શખ્સોએ આર્થિક તંગી દુર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ કરોડો રૂૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી ઉપાડી લીધા
રાજકોટ, ગોંડલ અને મુંબઈના 10 શખ્સો સામે ગુનો નોંધ્યો
ગુજરાત અને આંતરરાજ્યમાં થયેલ 400 કરોડના સાયબર ફ્રોડમાં 16 કરોડની રકમની હેરાફેરી કરનાર રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના દસ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાની ગોંડલ ના બે વેપારી સહીત ના 10 સામે પોલીસે ફરિયાદ નોંધી 6 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે તપાસમાં ગુજરાત સહિત વિવિધ રાજયોના 116 ગુનામાંથી મેળવેલી રકમમાંથી 16 કરોડની રકમ ઉપાડી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
400 કરોડાના આંતરરાજય સાઈબર ફ્રોડ મામલે રાજકોટ ગ્રામ્યના સાયબર ક્રાઈમ સેલમાં અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ વીરાભાઈ ડાંગરે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જય મનસુખભાઈ નાદપરા, રૂૂષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી, પ્રવીણસિંહ ભુપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજીજાડેજા, આદિલ ઉદીન લાલાભાઈ ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા, હર્ષિલ નીલેશભાઈ શાહ, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને ભરતસિંહ પરમાર સહિતના દસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આરોપી જયે પોતાના છ અને તપાસમાં નીકળે એ અન્ય એકાઉન્ટ દ્વારા આશરે રૂૂપિયા 200 કરોડથી વધુની રકમ વિવિધ લોકો પાસેથી મેળવેલ હોય જેમાં 14.92 કરોડની રકમ સાયબર ફોડ હોવાનું ખુલ્યું હતું અને ભારતભરના વિવિધ રાજર્ષોમાંથી ઓનલાઈન પોર્ટલ મારફત 85 અરજીઓ કરવામાં આવી છે. રૂૂષિતે તેના મિત્ર હર્ષિલ શાહ સાથે સંપર્ક કરાવી તેના ખાતામાં એક કરોડની રકમનું ટ્રાન્ઝેક્શન કરાવેલ હતું.
આમ, દસ આરોપીએ પૂર્વ કાવતરૂૂ રાખી ગુજરાત સહિત અન્ય રાજ્યના વિવિધ લોકોને લલચાવી, ફોસલાવીછેતરપિંડી આચર્યા બાદ ફોડના નાણા મેળવી બાદ વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી આ સાયબર ફોડના પૈસાને પોતાના આર્થિક લાભ હેતુથી મુળ અપરાધીઓ સુધી આ નાણા પોચે તે માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ પરી છે. ગુજરાત સરકારે હાલ સાયબર ગઠિયાઓને પકડી પાડવા માટે કમર કસી છે. સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ દ્વારા ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવામાં આવી રહ્યા છે. ત્યારે રૂૂ. 400 કરોડથી વધુના સાયબર ફ્રોડનું કનેક્શન સૌરાષ્ટ્ર સુધી પહોંચતા સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે.
પડધરીના મોવિયાની બ્રાન્ચમાં તેમજ અન્ય જગ્યાએ બેંક એકાઉન્ટ ધરાવતા રાજકોટના જય નાદપરા અને મનીષ કામાણીએ આર્થિક ખેંચ દૂર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ અને ગેમીંગના કરોડો રૂૂપિયા જમાં કરી લાખોનું કમિશન મેળવી લીધું હતું. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિસ્તારની બેંકોમાં ખોલાવાયેલ મ્યુલ એકાઉન્ટનો ડેટા આપવામાં આવેલ, જે ડેટાનું સમન્વય પોર્ટલ પર વિશ્ર્લેષણ કરેલ જેમાં એકાઉન્ટ ધારક વિરૂૂધ્ધ 1930 માં કુલ 65 ફરિયાદ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
જે એકાઉન્ટ હોલ્ડરની માહીની મંગાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ, સ્વસ્તિક પાર્ટી પ્લોટ, ન્યુ સરદાર માર્કેટિંગ યાર્ડ ગોંડલનું હોય જે એકાઉન્ટમાં તા.05/2/2024 થી તા. 11/01/2026 સુધીના સમયગાળા દરમ્યાન કુલ રૂૂ.195,99,61 ,459,64 ની રકમ જમા થયેલ તેમજ કુલ રૂૂ.196.29 કરોડ નો ઉપાડ થયેલ અને તેમાં હાલ રૂૂ.-29.88 લાખ બેલેન્સ હોવાનું જાણાયેલ, જે એકાઉન્ટના હોલ્ડર જય મનસુખ નાદપરા (રહે, પિતૃકૃપા, રૈયાણી નગર, ગોંડલ) હોવાનું જાણવા મળેલ હતું. જે એકાઉન્ટ હોલ્ડર જય નાદપરાએ તેમના નિવેદનમાં જણાવેલ કે, તેમનું પડધરીના મોવિયા ગામની યસ બેંકનું હોય અને ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ સોમ એન્ટરપ્રાઈઝ નામની પેઢીમા ચાર કરન્ટ એકાઉન્ટ છે તથા જયોત ટ્રેડીંગના નામે યસ બેંકમાં બે કરન્ટ એકાઉન્ટ છે. આ તમામ એકાઉન્ટમાં એ.પી.એમ.સી.નું લાયસન્સ સાથે લીંક કરાવી અપડેટ કરાવ છે. જેથી આ એકાઉન્ટના ટ્રાન્ઝેકશનમાં ટી.ડી.એસ. લાગે નહી તથા રોકડની હેરફેર પણ સરળતાથી બેંક દ્વારા કરવી શકય બને છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે સાયબર ક્રાઇમ સેલના પી.આઈ આર. જે. ગોધમ, પીએસઆઈ જી. જે. ઝાલા, એમ. એન. રાઠોડ,પોલીસ સાયબર ક્રાઇમ સેલના પીએસઆઈ સી. બી. વાંક સાથે મયુરભાઇ મજીઠીયા, મીરાબેન સાવલીયા, પ્રકાશભાઇ ડાંગર, દિવ્યાબેન રાઠોડ, ગૌતમભાઇ પરમાર, પુજાબેન હેરભા, બ્રિજરાજસિંહ જાડેજા, કુમારભાઇ ચૌહાણ, મનવીરભાઇ મિયાત્રા, વૈભવભાઇ ગોહેલ, રસીકભાઇ જમોડ, વનરાજભાઇ બાવળીયા, રામદેવસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.
સાયબર ફ્રોડમાં કોનો શું રોલ
* જય મનસુખભાઈ નાદપરા (રહે. ગોંડલ) ફોના નાણાને રોકડ મા રુપાંતરીત કરવા
* મનીષ છગનભાઇ કામાણી (રહે. રાજકોટ) રોકડમા નાણા રૂૂપાંતરીત કરવા તથા અન્ય લોકો ને મ્યુલ એકાઉંટ સાથે જોડવા
* પ્રવિણસિંહ ભુતપસિંહ પરમાર (રહે. રાજકોટ) અન્ય લોકો ને મ્યુલ એકાઉટ સાથે જોડવા તથા આંગડીયા પેઢી મારફતે નાણા ની લેવડ દેવડ કરવી
* મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા (રહે. રાજકોટ) લોકો ને મ્યુલ એકાઉંટ સાથે જોડવા તથા આંગડીયા પેઢી મારફતે નાણા ની લેવડ દેવડ કરવી
* મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા (રહે. રાજકોટ) લોકો ને મ્યુલ એકાઉંટ સાથે જોડવા તથા આંગડીયા પેઢી મારફતે નાણા ની લેવડ દેવડ કરવી
* રૂૂષીત તુલસીભાઇ રૈયાણી (રહે. ગોંડલ) અન્ય લોકો ને નાણાનીલેવડ દેવડ માટ મિડિએટર નુ કામ કરવુ છે
