વાંકાનેરના વઘાસીયામાંથી 4.45 લાખના જીરૂની ચોરી

બે મહિના પહેલાના બનાવમાં પોલીસે હવે ગુનો નોંધ્યો વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે બે મહિના પહેલા પોણા પાંચ લાખના જીરૂૂની થયેલી ચોરીની હવે છેક પોલીસ ફરિયાદ…

બે મહિના પહેલાના બનાવમાં પોલીસે હવે ગુનો નોંધ્યો

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે બે મહિના પહેલા પોણા પાંચ લાખના જીરૂૂની થયેલી ચોરીની હવે છેક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીમાં રહેતા મૂળ વઘાસિયા ગામના ખેડૂતના વઘાસિયા ગામ ખાતે આવેલા પોતાના જૂના ઘરમાં રાખેલુ 152 મણ જીરૂ ભરેલા 60 કોથળાની કોઇ અજાણયા તસ્કરો ચોરી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગતો મુજબ વાંકાનેર આશિયાના સોસાયટીમાં રહેતા હબીબભાઈ વલીભાઈ માથકિયા ઉ.72 નામના ખેડૂતે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓના મૂળ ગામ વઘાસિયા ગામે 125 વિધા જમીન આવેલી હોય જેમાં જીરુનું વાવેતર કર્યા બાદ 700 મણ જીરું પાકયું હતું જે પૈકી અગાઉ જીરુનું વેચાણ કર્યા બાદ બાકી રહેતું 200 મણ જીરું વઘાસિયા ગામના મકાનમાં રાખ્યું હતું. તેમાંથી 60 બાચકા જીરું અંદાજે 152 મણ કિંમત રૂૂ.4,71,200 કોઈ અજાણ્યા તસ્કરો બે મહિનાના સમય દરમિયાન ચોરી કરી ગયા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *