લોહાનગરમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી 4.50 લાખના મુગટની ચોરી, તસ્કર ઝડપાયો

શહેરના લોહાનગર શેરી નંબર સાતમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરની મૂર્તિ પરથી 35.590 ગ્રામના રૂૂપિયા 4.50 લાખની કિંમતના સોનાના મુગટની ચોરી થઈ હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસ…

શહેરના લોહાનગર શેરી નંબર સાતમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરની મૂર્તિ પરથી 35.590 ગ્રામના રૂૂપિયા 4.50 લાખની કિંમતના સોનાના મુગટની ચોરી થઈ હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે શીતલ પાર્ક નજીકથી લોહાનગરમાં જ રહેતા શખસને ઝડપી લઇ તેની પાસેથી આ સોનાનો મુગટ કબજે કરી ચોરીના બનાવનો ભેદ ઉકેલ નાખ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.રાવલીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ ચેતનસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ શબ્બીર ખાન મલેકને મળેલી બાતમીના આધારે શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. તેની અંગ જડતી લેતા તેની પાસેથી સોનાનો સાડા ચાર ગ્રામનો મુગટ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટક કરી પૂછતાછ કરતા તેણે પોતાનું નામ વિજય બહાદુર સોલંકી (ઉ.વ 46 રહે. લોહાનગર મફતિયા પરા, ગોંડલ રોડ,રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. મુગટ બાબતે પૂછપરછ કરતા ગઈ તા. 10/2 ના રોજ લોહાનગર શેરી નંબર સાતમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પરથી તેણે આ 35.590 ગ્રામ સોનાનો મુગટ ચોરી કરી લીધો હોવાની કબુલાત આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મજૂરીકામ અને કેશિયો પાર્ટીનું કામ કરતો હોય હાલ તેનો ધંધો ચાલતો ન હોઈ અને ઘર ચલાવવા માટે આર્થીક જરૂૂરીયાત માટે ચોરી કર્યાની કબૂલાત આપી હતી. બનાવ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બન્યો હોય જેથી આ અંગે ગાંધીગ્રામ પોલીસે એ ડિવિઝન પોલીસને જાણ કરી છે. હજુ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી ન હોય પોલીસે હાલ સોનાનો આ મુગટ શક પડતી મિલકત તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી વિજય સોલંકી વિરુદ્ધ અગાઉ વાહન ચોરી અને દારૂૂનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ કામગીરીમાં પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.રાવલીયા તથા એ.એસ.આઇ ચેતનસિહ ગોહીલ, હેડ.કોન્સ. રવીભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરખાન મલેક, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવસિંહહ પરમાર, પ્રશાંતભાઇ ગજેરા સાથે રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *