રાજકોટમાં અડધી રાત્રે 12 મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા ઉગ્ર વિવાદ

ત્રણ વોર્ડમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, વિહિપની રજૂઆતનો ઉલાળિયો કરી દબાણો દૂર કરાયા “ચૂંટાયેલી બોડી ચાર્જ સંભાળે તે પહેલા કમિશનરની ગેરહાજરીમાં ઓપરેશન કરી નખાતા…

ત્રણ વોર્ડમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, વિહિપની રજૂઆતનો ઉલાળિયો કરી દબાણો દૂર કરાયા

“ચૂંટાયેલી બોડી ચાર્જ સંભાળે તે પહેલા કમિશનરની ગેરહાજરીમાં ઓપરેશન કરી નખાતા જાગેલી ચર્ચા”

રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાનગરપાલિકાએ 12 ધાર્મિક દબાણો પર મધરાત્રીએ બુલડોઝર ફેરવી દેતા ભારે વિવાદ વકર્યો છે. મળતી માહિતી મુજબ ચુંટાયેલી બોડી ચાર્જ સંભાળે તે પહેલા અને કમિશનરની ગેરહાજરીમાં ઓપરેશન કરી નખાતા ચર્ચા જાગી છે. અગાઉ ડીમોલીશન દરમિયાન કમિશનરની સુચના અને આદેશ મળ્યા બાદ જ નિર્ણય લેવાતો હોઈ છે. પરંતુ આ કિસ્સામાં 12 ધાર્મિક દબાણો દૂર કરી દેતાં અનેકવિધ પ્રશ્ર્નો ઉભા થયા છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ દ્વારા 5 પીએસઆઈ અને 60 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો.

હાલ મહાનગરપાલિકાની કામગીરીને લઈ અનેકવિધ સવાલો ઉઠી રહ્યાં છે. ગઈકાલે સાંજે વિહિપની રજૂઆતનો ઉલાળીયો કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. અનેક વસ્તારમાં રહેવાસીઓ રોડ ઉપર ઉતરી ડીમોલીશન રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રીના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે એમ કૈલા, 5 ઙજઈં અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.
માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું હોય જેને તોડી પાડવા માટે છખઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી.

વિવિધ વિસ્તારમાં તોડવામાં આવેલા મંદિર

વોર્ડ 9 હનુમાનજીની ડેરી 12.00 મી. ટી.પી. રોડ
વોર્ડ 9 હનુમાનજીની ડેરી અમૃતા હોસ્પિટલ વાળી શેરી, યોગીનગર મેઈન રોડ, રૈયિા ચોકડી પાસે, રાજકોટ
વોર્ડ 11 મામા સાહેબ- મેલડીમાં મંદિર માયાણી આવાસ યોજનાની બાજુમાં, રાજકોટ
વોર્ડ 11 અંજની નંદન – પવનપુત્ર હનુમાનજી મંદિર માયાણી આવાસ યોજના, ગેલેક્સી એલીમ્બ્સ હોસ્ટેલની સામે, રાજકોટ
વોર્ડ 11 ઉગતાપોરની મેલડીમાં મંદિર વિશ્વનગર-3, માયાણી આવાસ યોજનાની બાજુમાં, રાજકોટ
વોર્ડ 11 શ્રી હનુમાનજી મંદિર શ્રીનાથજી કૃપા, વિશ્વકર્મા ફ્લેટની સામે, ઉદય નાગર-1, શેરી નં.13, મવડી રાજકોટ
વોર્ડ 11 શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર, ઉદય નગર-1, શેરી નં.17, મવડી, રાજકોટ
વોર્ડ 11 શ્રી કેશરીયા હનુમાનજી મંદિર, ભક્તિનંદન એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સામે, ઉદયનગર-16, મવડી મેઈન રોડ, રાજકોટ
વોર્ડ 11 શ્રી જય બાલાજી મંદિર, માનસ ફૂટવેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, રાજકોટ
વોર્ડ 8 શ્રી હનુમાનજી મંદિર, માયાણી ચોક, બેકબોન શોપિંગ સેન્ટર, રાજકોટ
વોર્ડ 8 શ્રી હનુમાનજી મંદિર, માયાણી ચોકની બાજુમાં, રાજકોટ
વોર્ડ 8 માતાજી મંદિર, આર.એમ.સી., વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, સોસાયટી, નાનામવા, રાજકોટ
વોર્ડ 8 શ્રી હનુમાન મંદિર, વોકહાર્ટ હોસ્પિટલની સામે, કાલાવડ રોડ, કે.કે.વી. હોલની પાસે, રાજકોટ.

 

હિન્દુ સમાજની લાગણી દુભાઈ
સતત ચાર કલાક સુધી મંદિર બહાર બેસી રહી બાદમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી સાથે રૂૂબરૂૂ સ્થળ પર ચર્ચા કરી મંદિરથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલ હોવા છતાં તેને નોટિસ ન આપી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારનું કામ થઇ રહ્યું છે અમે શરતોમાં બાંધછોડ કરીશુ પરંતુ મંદિર તોડવા દેશું નહિ કહેતા અધિકારીએ સ્થાનિકોને જાતે 48 કલાકમાં મંદિર નાનું કરવા ખાતરી લેવામાં આવી હતી. સ્થાનિક હિતેશભાઈ ડાભીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં અનેક જગ્યાએ ખોટી રીતે કબ્જા કરી લેવામા આવ્યા હોવા છતાં ત્યાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારું મંદિર રોડથી અંદર છે 45 વર્ષ જૂની આ જગ્યા આસ્થાનું કેન્દ્ર છે છતાં તેને તોડી પાડવામા આવી રહ્યું છે.

ભાજપનાં નેતાએ ડિમોલિશન રોકવાની હિંમત ન કરી
ચૂંટણી સમયે ભાજપના નેતાઓ હાથ જોડીને મતની ભીખ માંગતા ચૂંટણી પૂર્ણ થઇ છતાં હવે કોઈ જવાબ આપતું નથી. ભાજપના તમામ નેતાને ફોનથી જાણ કરી આ ડિમોલિશન રોકાવવા માટે અપીલ કરી હતી જો કે એક પણ નેતાએ રાજકોટમાં ડિમોલિશન રોકાવવાની હિંમત કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *