વાંકાનેર નજીક આવેલા લુણસરિયા ગામના હનુમાન મંદિરમાં ગઈકાલે રાત્રે બે થી અઢી વાગ્યા દરમિયાન એક તસ્કરે ચોરી કરવાનું ધૃષ્ટ કૃત્ય કર્યું છે. મોઢે બુકાની બાંધેલા તસ્કરે મંદિરમાં પ્રવેશ કરી હનુમાનજીની મૂર્તિ પરથી મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના મંદિરના CCTVકેમેરામાં કેદ થઈ ગઈ છે.
ગામના સરપંચે વાંકાનેર પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂૂ કરી છે. ચિંતાજનક બાબત એ છે કે આ જ મંદિરમાં છેલ્લા સાત મહિના પહેલા પણ ચોરી થઈ હતી, જેના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. વારંવાર થતી ચોરીઓને કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને પોલીસની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠી રહ્યા છે.શિયાળાની ઋતુમાં ચોરીની ઘટનાઓ વધુ બનતી હોવાથી સ્થાનિકો સઘન પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે. પોલીસે આ કેસમાં CCTVફૂટેજના આધારે તપાસ શરૂૂ કરી છે અને આરોપીને જલ્દીથી પકડી પાડવાની ખાતરી આપી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.
