ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં પહોંચતા રિક્ધસ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ગત તા.22 માર્ચના વહેલી સવારના 4.30 દરમિયાન ભાવનગર શહેરના નવાપરા ગ્રીન કોમ્પ્લેક્ષમાંમાં રહેતા જાહિદ લોંડીયા પર બે રાઉન્ડ રિવોલ્વર થી ફાયર થતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જે મામલે શહેરના નિલમબાગ પોલીસ મથકમાં 8 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગણતરીની કલાકોમાં નિલમબાગ પોલીસે 6 આરોપીઓ ફારૂૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેઝાન ફિરોઝભાઈ બેલીમને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સો હજી ઝડપાયા નથી.
આજે ઝડપાયેલા તમામ 6 શખ્સોને મસમોટા પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા તેમજ ફાયરિંગની ઘટના અંગે રી-ક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, પોલીસ ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.
