કાલાવડ રોડ ઉપર જય ભવાની ગોલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચ

  શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર આવેલ જય ભવાની ગોલાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી દુકાનનું શટર ઉંચકાવીને 50…

 

શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર આવેલ જય ભવાની ગોલાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી દુકાનનું શટર ઉંચકાવીને 50 હજાર રોકડ અને મોબાઈલની ચોરી કરનાર ટાબરિયાને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલ જય ભવાની ગોલાના માલિક રાજનભાઈ કિરીટભાઈ માનસેતા (ઉ.વ.25 રહે. પરાજનથ મકાન, પ્રગતી સોસાયટી શેરી નં.-3, રૈયા રોડ)એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કાલાવડ રોડ પર મહિલા કોલેજની સામે આવેલ શિવ આષિશ કોમ્લેક્ષમાં જયભવાની ડ્રાઇફુટ એન્ડ ડીસ ગોલા નામની દુકાન ધરાવી વેપાર કરું છું. આ દુકાનમાં અક્ષયભાઇ ડોબરીયા તથા રવિભાઈ મેનેજર તરીકે નોકરી કરે છે અને અન્ય કારીગરો કામ કરે છે.

થોડા દિવસ પૂર્વે મેનેજર રવિભાઇ ડોબરીયાએ દુકાન બંધ કરી જતા રહેલા અને દુકાનના માલિક રજનીભાઈને રવિભાઈએ ફોનથી જણાવેલ હતુ કે, વેપારના રૂૂ. 50 હજાર દુકાનના ડ્રોવરમાં રાખુ છું. હું સવારે આશરે અગીયાર વાગ્યે રજનીભાઈ દુકાને ગયેલ ત્યારે દુકાનનું શટર થોડું ઉંચુ હતું. જેથી શટર ખોલી અંદર જોતા માલસામાન વેરવિખેર પડેલ હતો. અને ડ્રોવર ખોલીને જોતા તેમા રૂૂ. 50 હજાર મળી આવ્યા ન હતા. જેથી બંને મેનેજરને જાણ કરતા તેઓ દુકાને પહોંચ્યા હતા. જ્યાં રોકડ નાણાંની સાથોસાથ દુકાનનો ઓપો કંપનીનો મોબાઇલ પણ મળી આવ્યો ન હતો. જેથી દુકાનમાં ચોરી થયાનું જાણવા મળતા વેપારી યુવાને માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરી અંગે પોલીસે તપાસ કરી હતી તે દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડિયા અને તેમની ટીમે બાતમીના આધારે આ ચોરીમાં સંડોવાયેલ એક બાળ આરોપીને ઝડપીલીધો હતો. તેણે આ ચોરી કર્યનું કબુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *