ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા શફીઢોરા દરિયાકાંઠા વિસ્તારમાં અલ અક્સા નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા સલાયાના રહીશ એવા શાહિલ કરીમ ભગાડ, અજીમ કરીમ ભગાડ, નવાજ શબીર સંઘાર, એજાજ અબ્દુલ સંઘાર, એજાજ અબ્દુલ સુંભણીયા, નજીરહુસેન શબીર સંઘાર અને નુરમામદ સિદ્દીક સંઘાર નામના છ માછીમાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, આ તમામ સામે ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં સલાયા મરીન પોલીસ મથકના એ.એસ.આઈ. જેસલસિંહ ગુલાબસિંહ જાડેજા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી માછીમાર શખ્સો દ્વારા સુરક્ષાના કોઈપણ સાધનો રાખ્યા વગર માછીમારી કરવા માટે નીકળી અને અનઅધિકૃત લેન્ડિંગ પોઇન્ટ શફી ઢોરા ખાતે જમીન પર બોટ લાંગરવાની તેમજ જમીન પર ઉતરવા માટેની કોઈ જેટી કે બારૂૂની સુવિધા ન હોવા છતાં પણ જીવના જોખમે બેદરકારીપૂર્વક બોટ લાંગરીને તેઓનો સમાન ઈરાદો પાર પાડવા માટે બોટમાંથી ઉતરીને રાજ્ય સરકાર દ્વારા ફિશીંગ દરમિયાન સાથે રાખવાના થતા સેફ્ટીના સાધનો સાથે ન રાખીને વિવિધ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. જે સંદર્ભે પોલીસે રૂૂ. પાંચ લાખની કિંમતની બોટ કબજે લઈ, અને આરોપીઓની ભારતીય ન્યાય સંહિતા તેમજ ફિશીંગ એક્ટ હેઠળ અટકાયત કરી હતી.
ખંભાળિયામાં બાઇકની અડફેટે મહિલા ઇજાગ્રસ્ત
ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી ગુલાબનગર ટેકરી વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન કાનાભાઈ ધનાણી નામના 52 વર્ષના મહિલાને જી.જે. 37 ડી. 7676 નંબરના એક મોટરસાયકલના ચાલકે અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જીને બાઈક ચાલક નાસી છૂટ્યો હતો. જે અંગેનો ગુનો ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાયો છે.
ખંભાળિયામાં વિદેશી દારૂૂ ઝડપાયો: આરોપી ફરાર
ખંભાળિયાના સંજય નગર વિસ્તારમાં આવેલા એક મંદિર પાસે રહેતા સાજણ સામરા મસુરા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂૂની બે બોટલ કબજે કરી હતી. જો કે આ દરોડા દરમ્યાન આરોપી સાજણ સામરા પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.