લુખ્ખાઓ અને ગુનેગારોને ભોં ભેગા કરવા CPનો આદેશ

6 હત્યાઓ અને ગેંગવોર બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ યોજેલી ક્રાઈમ કોન્ફરન્સમાં સ્પષ્ટ સુચના રાજકોટના લુખ્ખા અને ગુનેગારોની તાત્કાલિક યાદી તૈયાર કરી એક્શન લેવાશે…

6 હત્યાઓ અને ગેંગવોર બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ યોજેલી ક્રાઈમ કોન્ફરન્સમાં સ્પષ્ટ સુચના

રાજકોટના લુખ્ખા અને ગુનેગારોની તાત્કાલિક યાદી તૈયાર કરી એક્શન લેવાશે

રાજકોટમાં 6 હત્યાઓ અને ગેંગવોર બાદ હવે પોલીસ સફાળી જાગી છે અને લુખ્ખાઓ અને ગુનેગારો ઉપર તવાઈ બોલાવવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ હુકમ કર્યો છે.શહેરમાં વધી રહેલી ગુનાખોરીને લઇ પોલીસ કમિશ્નર દ્વારા તાત્કાલિક શહેરના તમામ પી.આઈ સાથે એક મહત્વની મીટીંગ બોલાવી હતી અને શહેરમાં વધી રહેલી ગુનાખોરી રોકવા અને ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસને છુટ્ટો દોર આપવમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં બનેલી ફાયરીંગની ઘટના ઉપર થી એ સ્પષ્ટ થાય છે કે રાજકોટમાં ગેરકાયદેસર હથિયારોની અવૈધ હેરફેર અને તેના ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે તેના ઉપર નિયંત્રણ લાવવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા તમામ પોલીસને એક્શન લેવા આદેશ કર્યો છે. હવે કોઈપણ વ્યક્તિ જો ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાશે તો તેની સામે સૌથી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં તાજેતરમાં બનેલી હત્યા છ ઘટના અને વધતા જતા ગેંગવોરની ઘટનાઓને પગલે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. ગુનાખોરીને કડક હાથે ડામી દેવા માટે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તાત્કાલિક એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં શહેરના તમામ ડીસીપી સાથે તમામ ઝોનના એસીપી અને તમામ પોલીઅસ મથકના પી.આઈ સાથે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે હવે શહેરમાં ગુનેગારો અને લુખ્ખા તત્વોની બેફામ પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે અને તેમના પર સખ્ત તવાઈ બોલાવવામાં આવશે શહેરમાં વધી રહેલી હથિયારોની અવૈધ હેરફેર અને તેના ઉપયોગ પર નિયંત્રણ લાવવા પોલીસને છુટ્ટો દોર આપવામાં આવ્યો છે. જાહેર શાંતિ ભંગ કરનારા અને હથિયારોનો ઉપયોગ કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે અને આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને ગુનાખોરી અટકાવવા માટે એક્શન લેવા આદેશ આપ્યો છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં યોજાયેલ ક્રાઈમ કોન્ફરન્સમાં હાજર તમામ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે પોલીસ સ્ટેશનના તમામ પી.આઈ વિસ્તારમાં સક્રિય લુખ્ખા તત્વોની યાદી તૈયાર કરે અને તેમના પર સતત દેખરેખ રાખી તાત્કાલિક એક્શન લેવા આદેશ આપ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ સ્પષ્ટ આદેશ આપ્યો કે પોલીસનું લક્ષ્ય છે કે રાજકોટ શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકો નિર્ભય રીતે રહી શકે તેમાં માટે પોલીસે કડક કાયર્વાહી કરવા જણાવ્યું હતું તેમજ શહેરના નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ અથવા શંકાસ્પદ ગતિવિધિ અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *