શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામે વાડીના હલણ પ્રશ્ર્ને યુવાન ઉપર પિતરાઇઓએ ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ હલેન્ડા ગામે રહેતો જયમલ વિભાભાઇ ગરૈયા (ઉ.વ.45)નામનો યુવાન આજે સવારે ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતો ત્યારે તેના પિતરાઇ ભાઇ રોહિત હરીભાઇ ગરૈયા અને કાળુ હરીભાઇ ગરૈયાએ ઝઘડો કરી ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વાડીએ જવાના રસ્તે હલણ પ્રશ્ર્ને ઝઘડો ચાલતો હોય જેનો ખાર રાખી હુમલો કર્યાનુ જાણવા મળ્યુ છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
