રોહીદાસપરામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરામાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે…

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરામાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે આવેલા રોહીદાસ પરા શેરી નં.7માં રહેતા સતીષ જેશીંગભાઇ ચૌહાણ (ઉ.વ.37)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક સતીષ બે ભાઇ એક બહેનમાં નાનો અને ટોયોટા નામની કંમ્પ્રેશરની કંપનીમાં નોકરી કરતો હતો. તેના પિતા બહુમાળી ભવનના નિવૃત્ત કર્મચારી છે. સતીષના ચાર વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. તેણે આ પગલુ શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *