8.15 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની પૂછતાછ
લાકડિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી મોરબી હાઇવે પર શંકાસ્પદ લાગતા ટેમ્પોને રોકી તેમાં ભરેલા શંકાસ્પદ ચોરી કે છળકપટથી મેળવેલા રૂૂ.5.15 લાખની કિંમતના ભંગાર સાથે ત્રણ ઇસમોની અટક કરી ટેમ્પો સહિત કુલ રૂૂ.8.15 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. લાકડિયા પીઆઇ જે.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે , તેઓ ટીમ સાથે સામખિયાળી-મોરબી હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન શ્રીરામ હોટલ પાસે તાલપત્રી ઢાંકી જઇ રહેલા ટેમ્પોને રોકી તલાશી લેતાં તેમાં ભંગાર ભરેલો હતો.
પુછપરછ કરતા આ ભંગારના જથ્થાના કોઇ આધાર પુરાવા ન હોતાં ભંગાર ચોરી કે છળકપટથી મેળવેલો હોવાનું જણાતાં ટેમ્પોમાં ભરેલા રૂૂ.5,15,750 ની કિંમતના શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે મોરબીના અજય કુંવરભાઇ વિકાણી (દેવીપૂજક), અજય સુરેશભાઇ મકવાણા (કોલી) અને અર્જુન રાજુભાઇ ભોજવીયા (દેવીપુજક)ની અટક કરી ટેમ્પો સહિત કુલ રૂૂ.8,15,750 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં તેમની સાથે લાકડિયા પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.
