બોટાદના ઢાકણિયા હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ

ત્રણ વર્ષ પહેલા માલધારી યુવાનનું ગળુ કાપી નખાયું હતું બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો…

ત્રણ વર્ષ પહેલા માલધારી યુવાનનું ગળુ કાપી નખાયું હતું

બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આ ઘટના 4 ફેબ્રુઆરી 2023ના રોજ બની હતી, જ્યારે ઢાકણીયા ગામે નવઘણભાઈ જોગરાણાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતને કારણે છ શખ્સોએ નવઘણભાઈ જોગરાણાની હત્યા કરી હતી.આ કેસની તપાસ માટે બોટાદના DySP મહર્ષિ રાવલની અધ્યક્ષતામાં PI એસ.આર. ખરાડી, PSI વી.સી. ભરવાડ, ASI જીજ્ઞેશ દંગી અને વિક્રમસિંહ પરમારની એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. ઢાકણીયા માલધારી યુવક હત્યા કેસ બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે આરોપીઓ ઈકબાલ ઉર્ફે ચકો હકુભાઈ રાઠોડ, દાઉદભાઈ રહીમભાઈ રાઠોડ, અમન ઈકબાલ રાઠોડ, સાજીદ ઈકબાલરાઠોડ, બહાદુર ઈકબાલ રાઠોડ અને હકુભાઈ રહીમ રાઠોડને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *