મિત્રને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

20 લાખ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ રૂૂ.20 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી…

20 લાખ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ

શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ રૂૂ.20 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતાં અદાલતે વિનોદ પરસાણા ને એક વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા વરૂૂણભાઇ પ્રવિણચંદ્ર અઘારા નામના યુવાન અને વિનોદભાઈ ભીમજીભાઈ પરસાણા બંને મિત્રો હોવાથી વિનોદભાઈ ને આર્થિક જરૂૂરિયાત ઉપસ્થિત થતા વરૂૂણભાઇ અઘારા પાસે રૂૂ.20 લાખની માગણી કરી હતી.

વરૂૂણભાઇ અઘારાએ રૂૂ.20 લાખ હાથ ઉછીના આપ્યા હતા જે પેટે પ્રોમિસરી નોટ લખી અને રકમ પરત કરવા ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ વરૂૂણભાઇ અઘારાએ નોટિસ પાઠવવા છતાં વિનોદભાઈ પરસાણા એ સમય મર્યાદામાં રકમનો ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની દલીલો બાદ ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિત અને દસ્તાવેજી પુરાવા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રાખેલા ચુકાદાઓને ધ્યાને લઈ ફરીયાદી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને નેગો.

ઈન્ટુમેન્ટ એકટની કલમ 138ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને એક માસમાં ચેક મુજબની રકમ ફરીયાદીને ચુકવવી અને જો 2કમ ન ચુકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે. ફરીયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી પાર્થ ડી. પીઠડીયા, વિરેન આઈ. વ્યાસ, ધરતી એન. જમરીયા, અર્જુનસિંહ એમ. જાડેજા, આસીસ્ટન્ટ તરીકે ગૌરવ બોદુડે, સત્યદીપસિંહ જાડેજા, આદેશ કન્નર અને યશદીપસિંહ જાડેજા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *