ખંભાળિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ખંભાળિયા પંથકમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને અત્રે ટેલીફોન એક્સચેન્જની બાજુમાં રહેતો રવિ કરમણભાઈ ડોસાણી નામનો શખ્સ થોડા સમય પૂર્વે લલચાવી- ફોસલાવીને લગ્ન કરવાની…


ખંભાળિયા પંથકમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને અત્રે ટેલીફોન એક્સચેન્જની બાજુમાં રહેતો રવિ કરમણભાઈ ડોસાણી નામનો શખ્સ થોડા સમય પૂર્વે લલચાવી- ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ ગત તારીખ 24 એપ્રિલ 2024ના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસે અપહરણ તેમજ પોક્સો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ નોંધ્યો હતો.


આ પ્રકરણમાં તપાસનીસ પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ તપાસણી તેમજ એફ.એસ.એલ.ના રિપોર્ટ તૈયાર કરી, અને અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગેનો કેસ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનારની જુબાની તેમજ વિવિધ આધાર-પુરાવાઓ સાથે જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ, અને ખંભાળિયાના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


આ પ્રકરણમાં ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વીટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂપિયા 50,000 નું વળતર પણ ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *