45 હજારની લાંચના ગુનામાં ઇન્કમટેક્સના આસિ.એકાઉન્ટન્ટની જામીન અરજી ફગાવતી કોર્ટ

ઇન્કમટેક્સ વિભાગમાં નિવૃત્ત થયેલા અધિકારીનું રૂૂપિયા ચાર લાખનું એરિયર્સ બિલની ચુકવણી માટે રૂૂા. 45 હજારની લાંચના ફરજ પરના જોનલ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અધિકારીની રેગ્યુલર જામીન…

ઇન્કમટેક્સ વિભાગમાં નિવૃત્ત થયેલા અધિકારીનું રૂૂપિયા ચાર લાખનું એરિયર્સ બિલની ચુકવણી માટે રૂૂા. 45 હજારની લાંચના ફરજ પરના જોનલ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અધિકારીની રેગ્યુલર જામીન અરજી અને તેની મદદગારી કરનાર ભુજના નિવૃત અધિકારીની આગોતરા જામીન અરજી ખાસ અદાલતના જજ ટી. એસ. બ્રહમભટ્ટ દ્વારા રદ કરવામાં આવી છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ઝોનલ ઇન્કમટેક્સ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ આરોપી રવિકુમાર જાગીરે ફરીયાદી નિવૃત્ત અધિકારીના રૂૂા.4 લાખના એરિયર્સની ચુકવણી માટે 20% લેખે રૂૂા.80 હજાર માંગ્યા બાદ કરેલ હતી. જે રકજકના અંતે રૂૂા.50 હજારમાં નકકી થયેલ હતી. આ રકમમાંથી ફરીયાદીએ રૂૂા.5,000/- આપી દીધા બાદ રૂૂા.45,000/- ની ચુકવણી કરતા પહેલા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદના અનુસંધાને ટ્રેપના દિવસે રૂૂા.45,000/- આપવા માટે ફરીયાદી જયારે આવેલ ત્યારે આરોપી રવિકુમારને ટ્રેપ અંગેની દહેસત થતા તેમણે ઈન્કમ ટેક્ષ ખાતામાંથી સવા વર્ષ પહેલા નિવૃત થયેલ આરોપી શૈલેષ ચૌહાણને ફોન કરી આ રકમ સ્વીકારાવવા માટે વ્યવસ્થા કરી આપવા જણાવેલ. આ નિવૃત અધિકારીએ ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં પટાવાળા તરીકે નોકરી કરતા અક્ષયભાઈ વાગડીયાને ફોન કરી ફરીયાદીને સ્થળ પર મોકલી લાંચની રકમ સ્વીકારાવેલ હતી.

આ લાંચની રકમ સ્વીકારાય ગયા બાદ નિવૃત અધિકારી શૈલેષ ચૌહાણે પટાવાળાને તાત્કાલીક સ્થળ પરથી ભાગી જવા સુચના આપી હતી. આ મુજબ પટાવાળા અક્ષય વાગડિયા છટકી જાય તે પહેલા એ.સી.બી.ના અધિકારીના હાથે ઝડપાઈ ગયેલ. આ પ્રસંગનો તમામ વાર્તાલાપ ફરીયાદીના વોઈસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ ગયેલો હતો. ત્યારબાદ અધિકારી રવિ કુમાર જાગીરની પણ ધરપકડ કરી કાર્યવાહી બાદ જેલહવાલે થયેલ.

આ ગુન્હામાં ભુજના નિવૃત અધિકારી શૈલેષ ચૌહાણે આગોતરા જામીન દાખલ કરેલ અને ફરજ પરના અધિકારી રવિકુમારે રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. નિવૃત્ત અધિકારી વિશે સરકાર તરફે જણાવવામાં આવેલ કે સરકારી હોદા પરથી નિવૃત્ત થઈ ગયેલ હોવા છતા લાંચની રકમ સ્વીકારવા કે મેળવવાની આદત જતી નથી, તેથી ફરજ પરના અધિકારીને મદદગારી કરી આવા ગેરકાનુની વ્યવહારો પુરા કરાવે છે.

આ પ્રકારની મનોવૃતિવાળા લોકો અને તેઓ સામે ઈલેકટ્રોનિક પુરાવો ઉપલબ્ધ હોય ત્યારે જામીનના તબકકે જ ગુન્હો પુરવાર થતો હોવાનું જણાય છે. આ સંજોગોમાં બંને આરોપીઓને જામીન મુકત કરવા હિતાવહ નથી, આ દલીલોના અંતે ખાસ અદાલતના જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે બંને આરોપીઓની જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *