દારૂની રેલમછેલ બાદ કચ્છમાં 15 PI, 4 PSI અને 70 પોલીસની બદલી

પૂર્વ કચ્છમાં એસએમસીના બે દરોડામાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. બે દરોડામાં મોટાપાયે દારૂૂ પકડાયા બાદ પૂર્વ કચ્છમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી…

પૂર્વ કચ્છમાં એસએમસીના બે દરોડામાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. બે દરોડામાં મોટાપાયે દારૂૂ પકડાયા બાદ પૂર્વ કચ્છમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી કરવમાં આવી છે. જેમાં 15 પીઆઈ અને ચાર પીએસઆઈ તથા 70 પોલીસ કર્મીની એકસાથે આંતરિક બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં હજુ પણ અમુક અધિકારીઓ, કર્મીઓ જૂની જગ્યાએ જ આબાદ રહ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ બેડામાં એકીસાથે બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા પી.આઈ અને પીએસઆઈ સાથે જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 70 જેટલા પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

કચ્છમાં રાજ્ય પોલીસ વડાની ડો. કે એલ એન રાવની બે દિવસની મુલાકાત પહેલા અને ત્યારબાદ બીજા જ દિવસ દરમિયાનના સમયગાળામાં સાત કરોડ વિદેશી દારૂૂ જપ્ત થવાના મામલે ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે. જે અનુસંધાનમાં ખુદ ડીજીપી પણ કચ્છમાં બેરોકટોક રીતે દારૂૂની હેરફેર થવાના મામલે નારાજ હોવાથી આગામી દિવસોમાં સ્ટેટ મોનીટરીંગ સેલ પાસેથી સમગ્ર કચ્છ જિલ્લાનો રિપોર્ટ મેળવીને બેદરકાર પોલીસ અધિકારીઓને અન્ય જિલ્લાઓમાં બદલી કરવા સુધીની કાર્યવાહી કરવા માટે સુચના આપી છે. સાથેસાથે તેમણે મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ ક્લાસ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના ઇન્ચાર્જ પોલીસ વડા ડો.કે.એન.એલ.રાવ કચ્છની મુલકાતે આવ્યા હોય તે પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂૂનો જંગી જથ્થો પકડ્યો હતો. પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 કરોડનો અને ભચાઉ નજીક વોંધ વિસ્તારમાં દરોડા દરમિયાન 1 કરોડ 30 લાખ રૂૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દરોડા બાદ મોટાપાયે બદલી કરવામાં આવી છે. જેમાં એસઓજીના પીઆઈ ડી. ડી. ઝાલાની ભચાઉ, ખડીરના એમ.એન. દવેની ગાગોદર, ગાગોદરના વી.એ. સેંગલની આડેસર, ભચાઉના એ. એ. જાડેજાની લીવ રિઝર્વમાં, સામખિયાળીના વી.કે. ગઢવીની જેયુસીએડબલ્યુ, એ-ડિવિઝનના વી. પી. આહીરની લાકડિયા, આડેસરના પીઆઈ જે.એમ. વાળાની એલસીબી, રાપરના એસ.વી. ચૌધરીની ખડીર, કંડલા મરીનના એ.એમ. વાળાની એલઆઈબીમાં બદલી કરવામાં આવી હતી.

એલઆઈબીના જે.એમ. ઝાલાની સામખિયાળી, અંજારના બી. જી. ડાંગરની એસઓજી, લાકડિયાના જે.એમ. જાડેજાની આર્થિક ગુના નિવારણ સેલ, કંડલા એરપોર્ટના એ.જે. પરમારની એએચટીયુ, એએચટીયુના એસ.ડી. સિસોદિયાની કંડલા એરપોર્ટ તથા એલસીબીના એન.એન. ચૂડાસમાની કંડલા મરીનમાં બદલી કરવામાં આવી હતી.

આ તમામની વહીવટી કારણોસર જાહેરહિતમાં બદલી કરાઈ હતી. તેમજ પીઆઈ સાથે ચાર ફોજદારને પણ બદલી દેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ટ્રાફિકના એ. એન. ગોહિલની ભચાઉ, ભચાઉના ડી.જી. ઝાલાની લીવ રિઝર્વમાં સિટી ટ્રાફિકના ડી.જે. પ્રજાપતિની જિલ્લા ટ્રાફિકમાં તથા મહિલા પોલીસ મથકના એમ. જે. આહીરની એ-ડિવિઝન ગાંધીધામમાં બદલી કરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસ સ્ટાફની પણ બદલી કરવામાં આવી હતી, જેમાં અડધી એલસીબીની અન્યત્ર બદલી કરવામાં આવી હતી. આ સ્ટાફમાં 20 એએસઆઈ, 37 હેડકોન્સ્ટેબલ તથા અન્ય મળીને કુલ 70 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી.

આ બદલી પૈકી હજુ પણ અમુક કર્મીઓ પોતાની જૂની જગ્યાએ ચીપકીને બેઠેલા જણાયા હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. ઉચ્ચ અધિકારીઓના આ આદેશ બાદ બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી જે તે પોલીસ મથકે હાજર થવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસએમસી દ્વારા જિલ્લામાં દરોડા પાડીને દારૂૂ પકડી પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ બદલી સૂચક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *