જીવલેણ હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ

રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં સમાજની મીટીંગ બાબતનો ખાર રાખી છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત…

રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં સમાજની મીટીંગ બાબતનો ખાર રાખી છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી આબિદભાઈ ફારુકભાઈ કામદાર ઉપર સમાજની મીટીંગ બાબતનો ખાર રાખી આરોપી અનવરભાઈ અબ્દુલભાઈ દારૂૂવાલા અને વાજિદભાઈ અનવરભાઈ દારૂૂવાલા (રહે. પોપટપરા રાજકોટ)એ છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે આબિદભાઈ કામદારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂૂ કરતા આરોપી પિતા-પુત્રએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ દ્વારા આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓએ સામાન્ય બાબતમાં છરી વડે હુમલો કરી ગુનો આચરેલ છે. ફરિયાદમાં આરોપીઓનું નામ આપવામાં આવેલ છે તેથી પ્રથમ દર્શનીય ગુનો હોય તેઓને આગોતરા જામીન આપવા જોઈએ નહીં તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ આર. એસ પુરાણીએ આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *