બેંક દ્વારા મંજૂર થયેલી કેસ ક્રેડિટમાંથી લીધેલી લાખોની વધુ એક લોન ભરપાઈ કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર શાહ અને શ્યામ શાહને અદાલતે 14.80 % વ્યાજ સાથે લોન ભરપાઈ કરી દેવા અને વ્યાજ તેમ જ ખર્ચના રૂૂપિયા 9 લાખ ત્રણ માસના ભરપાઈ ન કરે તો એક વર્ષની જેલસજા અને રૂૂપિયા 10 હજાર દંડ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ ના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો સમી2 મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને તેમની ભાગીદારી પેઢીના વિકાસ માટે નાણાકીય સવલતોની જરૂૂરિયાત હોય કોનસોર્ટિયમ ફાઇનાન્સ અંડરલીડ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સભ્ય બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર શાખામાંથી સી.સી. વ્યવહાર હેઠળ લોન મળવા વિનંતી કરતાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝની રૂૂમ.21.25 કરોડની સી.સી. મંજૂર કરવામાં આવી હતી.
દરમિયાન રાજમોતી ઇન્ડસ્ટ્રીઝનું લોન ખાતું એન.પી.એ. થતાં બેંક ઓફ ઈન્ડિયાએ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો પાસે બેંકની લેણી રકમ તેમજ ઓવર ડ્યુ રકમની માંગણી ક2તાં સમીર મધુકાંતભાઈ શાહ અને શ્યામ મધુકાંતભાઇ શાહે બેંક ઓફ ઈન્ડિયાને રૂૂા. 80 લાખનો ચેક આપેલ. જે ચેક બેંક ઓફ ઇન્ડિયાએ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના લોન ખાતામાં રજૂ ક2તાં વગ2 વસુલાતે પ2ત ફ2તાં બેંક ઓફ ઇન્ડિયાએ રાજકોટ ચીફ જયુ. મેજિ.ની કોર્ટમાં એન.આઈ. એકટની કલમ-138 હેઠળ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢી તેમજ તેમના ભાગીદારો સામે કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી બેંક વતી રજુ ક2વામાં આવેલ પુરાવાઓ તેમજ બેંકના વકીલની દલીલો ધ્યાને લઈ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને એન.આઈ. એકટની કલમ-138ના ગુન્હા હેઠળ તકસીરવાર ઠ2ાવી બંનેને ચેકની રકમના તેમણે નિર્ધારીત કરેલ 14.80 ટકા પ્રમાણે 2કમ ભરપાઇ કરવા એટલે કે ફરીયાદ થયાથી રકમ ભરાયાના કુલ-6 માસનું વ્યાજ આશરે રૂૂ. 6 લાખ તથા ખર્ચ પેટે રૂૂા. 3 લાખ મળી કુલ રૂૂા. 9 લાખ પુરા હુકમની તારીખથી દિવસ-60માં કમ્પાઉન્ડિંગ ચાર્જના વળતર પેટે ફરીયાદી સંસ્થાને ચુકવી આપવાનો તેમજ રૂૂા. 2 લાખ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે તેમજ વધુમાં 60 દિવસમાં કમ્પાઉન્ડીંગ સહિતની 2કમ ચુકવે નહી તો આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂૂા. 10 હજારનો દંડ નો હુકમ કરેલ છે અને દંડ ન ચુકવવા બદલ વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
અત્રે યાદ રહે આ પહેલા બેન્ક ઓફ ઇન્ડિયા ના રૂૂપિયા 65 લાખનો ચેક રિટર્નના કેસમાં આ બંને ભાઈઓને દોઢ-દોઢ વર્ષની સજા અને વળતરનો હુકમ થયો હતો. સદરહુ કેસમાં બેંક વતી વકીલ તરીકે તરૂૂણ એસ. કોઠારી, રાજ ટી. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયા હતાં.
