શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે મિત્રને આપેલ રૂૂપિયા 7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે રકમ વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં કરેલો દાવો મંજૂર કરી 6 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા મિતેશ હરેશભાઈ વિરડીયા નામના યુવાને મંગળા રોડ પર રહેતા સિદ્ધાર્થ શરદભાઈ સંઘાણી પાસે મિત્રતા ન દાવે અંગત ઉપયોગ માટે રૂૂ.7.50 લાખ હાથ ઉછીના લીધા હતા જે રકમ ચૂકવવા મિતેશ વિરડીયાએ આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે સિદ્ધાર્થ સંઘાણીએ ચેક રીટનની રકમ વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં સમરી સુટ નો દાવો દાખલ કર્યો હતો. પ્રતિવાદીએ અરજી તારીખથી 6 ટકા વ્યાજ સાથે ચેક મુજબની રકમ વાદી સિધ્ધાર્થ શરદભાઈ સંઘાણીને ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કામમાં વાદી સિધ્ધાર્થ શરદભાઈ સંઘાણી વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ ના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, દીપકભાઈ અંતાણી, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી, રવિરાજભાઇ વાળા, આસિસ્ટન્ટ તરીકે રાજાભાઈ ભટ્ટ અને વિપુલભાઈ દેવમુરારી રોકાયા હતા.
